તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૂધ મંડળીઓ તથા સહકારી મંડળીઓની FDના વ્યાજ પર ઇન્કમ ટેક્સ વસૂલાય છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત દિવસોમાં શહેરના વર્તમાન પત્રોમાં દૂધ મંડળીઓને અને અન્ય સહકારી મંડળીઓને તેઓએ મુકેલ એફ.ડી.ના વ્યાજ ઉપર ઇન્કમટેક્ષ ભરવા બાબતે સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઈ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બાબતે જે સમજફેર થયેલ છે તે માટે તે સમયે સુમુલ ડેરી દ્વારા આ બાબતે તમામ દૂધ મંડળીઓને સંઘના સી.એ. મિતીશભાઈ મોદીને સાથે રાખીને યોગ્ય સમજ આપવા અને યોગ્ય માધ્યમથી લડત આપવા માટે જરૂરી તમામ મદદ કરવાની ખાતરી આપવામાં આવેલ હતી.

સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઈ પાઠકના માર્ગદર્શન હેઠળ શહેરના નામાંકિત સી.એ. મીતીશભાઈ મોદીને સાથે રાખીને ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓને યોગ્ય દલીલો,પુરાવાઓ, કાયદાઓ અને જુદી જુદી કોર્ટના ચુકાદાઓનો આધાર લઇ રજુઆતો કરવામાં આવી હતી. સિદ્ધ સોમેશ્વર કુદીયાણા દૂધ મંડળી દ્વારા તા.૦૧-૦૧-૨૦૧૮ના રોજ ચલણથી કુલ ટેક્ષની રકમના ૨૦% રકમ ભરી દીધેલ હતી અને બાકીની ટેક્ષની રકમ સામે મનાઈ હુકમ મેળવેલ છે. ત્યારબાદ આજદિન સુધી મંડળીને બાકીની ટેક્ષની રકમ ભરવા માટે કોઈ નોટીસ કે પત્ર ઇન્કમટેક્ષ ખાતા તરફથી મળેલ નથી. કાયદા મુજબ સહકારી મંડળી દ્વારા બચતની જે રકમ એફ. ડી. તરીકે મુકવામાં આવી છે તેન વ્યાજની રકમ પર કોઈ પણ ટેક્ષ ભરવાપાત્ર થતો નથી પરંતુ ઇન્કમટેક્ષ અધિકારી દ્વારા શરતચૂકથી મંડળીનું ખાતું સ્થગિત કરવાનો બેન્કને પત્ર આપી દેવાયેલો પરંતુ તેઓના ધ્યાનમાં ૨૦% રકમ ભરી દીધેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો