તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રેષ્ઠ જોવાલાયક સ્થળો બાદ SOUનો અજાયબીમાં સમાવેશ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દુનિયાભરની સાત અજાયબીઅોમાં ભારતના તાજમહેલનો સમાવેશ થાય છે. ત્યારે હવે શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની 8 મી અજાયબીમાં સામેલ કર્યું છે. માત્ર સવા વર્ષમાં જ સ્ટેચ્યુ અોફ યુનિટી ખાતે 31.09 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જેમના થકી સ્ટેચ્યુ અોફ યુનિટીને કુલ 79.94 કરોડ રૂપિયાની અાવક થઇ છે.

31 ઓક્ટોબર 2018ના વડાપ્રધાન નરેદ્ર મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. બાદ દેશ વિદેશના પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પ્રવાસીઓની સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ પાછળ પાડી દીધું છે. વિશ્વનાં પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 100 શ્રેષ્ઠ જોવાલાયક સ્થળોમાં સમાવેશ કરતા ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે. ટાઈમ મેગેઝીનની વર્ષ 2019ની યાદીમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને અગ્રીમ સ્થાન આપવામા આવ્યું હતું. નિર્માણ થયાના ટૂંકા ગાળામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓ માટે ફરવા માત્ર શ્રેષ્ઠ વિકલ્પ બન્યુ છે.

હાલ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની 8 મી અજાયબીમાં સામેલ કર્યું છે. હવે ચીનની દીવાલ, જોર્ડનનું પેટ્રા, રોમ-ઇટલીનું કોલેઝિયમ(મોટો અખાડો), મેક્સિકોનું શહેર ચિચેન ઇટઝા, પેરુનું માચુપીચુ, ભારતનો તાજમહેલ તથા બ્રાઝિલનું ક્રાઇસ ઓફ રિડીમર(રિયો ડી જાનેરીઓની પ્રતિમા) બાદ દેશની 8મી અજાયબી તરીકે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ નામ લેવાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વની 8 અજાયબીઓમાં ભારતની 2 અજાયબીઓ છે.

આ બાબતની જાણકારી ભારત સરકારના વિદેશ મંત્રી એસ.જયશંકરે પોતાના ટ્વિટર પરથી આપી હતી. એમણે માહિતી આપતા જણાવ્યું હતું કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની 8 અજાયબીઓમાં શામેલ કરતા પ્રવાસન ઉદ્યોગને ફાયદો થશે.શાંઘાઇ કોઓપરેશન સભ્ય દેશોમાં કરશે પ્રચાર કરશે.

ટીમ કેવડિયાની મુલાકાત લેશે
તાજેતર માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને શાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશને આઠમી અજાયબી જાહેર કરીની વાતને વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કરી એક જાહેરાત કરી અને ખુશી વ્યક્ત કરી છે. અત્યાર સુધી આપણે વિશ્વની 7 અજાબીઓ જોઈ છે. પરંતુ હવે 8 મી અજાબી તરીકે સ્થાન મળી શકે છે. આ માટે શાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનનું ગ્રુપ કેવડિયા આવશે જરૂરી માહિતી પ્રવાસીઓની સંખ્યા સહીત અવાક સહીતના આંકડા ભેગા કરશે. બાદમાં જાહેર કરી વિશ્વની 8 મી અજાયબીમાં સમાવેશ કરવાની કવાયત હાલ શરૂ થઇ ગઈ છે.

પ્રવાસીઅો માટે સ્ટેચ્યુ સિવાય પણ અનેક આકર્ષણો
સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ વિશ્વ વિખ્યાત બન્યું છે ત્યારે પ્રવાસીઓ ની સંખ્યા 15 હજાર થી વધારી દેવાઈ છે જેથી સ્ટેચ્યુ સિવાય પ્રવાસીઓ માટે વિશ્વ વન, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાઇ ગાર્ડન, ન્યૂટ્રિશિયન ચિલ્ડ્ર્ન પાર્ક સહીત ગ્લો ગાર્ડન ફ્લેવર ઓફ વેલી, ઝરવાની ધોધ અને એડવેન્ચર, એકતા નર્સરી ખુલ્લું મુકાયું છે પ્રવસીઓ જેને જોવાની મઝા માણે છે આ સાથે સૌથી મોટું આકર્ષણ જંગલ સફારી પાર્ક બનશે જેનું પણ આકર્ષણ વધશે.

SOUના લોકાર્પણ બાદથી અત્યાર સુધીમાં 31,09,853 પ્રવાસીઓ મુલાકાતે આવ્યાં

મહિનો પ્રવાસીઓની સંખ્યા આવક
નવેમ્બર-2018 2,78,562 6,47,63,443 ₹

ડિસેમ્બર-2018 2,50,113 5,70,41,060 ₹

જાન્યુઆરી-2019 2,83,298 7,00,42,020 ₹

ફેબ્રુઆરી-2019 2,10,600 5,60,87,710 ₹

માર્ચ-2019 2,20,824 5,95,96,190 ₹

એપ્રિલ-2019 1,29,897 3,73,23,430 ₹

મે-2019 2,18,787 6,03,19,535 ₹

જૂન-2019 2,13,472 5,62,02,590 ₹

જુલાઈ-2019 1,47,061 4,38,51,020 ₹

ઓગસ્ટ-2019 2,56,852 6,54,20,520 ₹

સપ્ટેમ્બર- 2019 2,75,843 7,08,52,370 ₹

ઓક્ટોમ્બર-2019 2,35,260 6,32,66,610 ₹

નવેમ્બર-2019 2,66,898 6,89,23,987 ₹

ડિસેમ્બર-2019 2,98,188 6,98,47,166 ₹

જાન્યુઆરી-2020 1,55,257 2,67,42,661 ₹

કુલ 31,09,853 79,94,27,942 ₹

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો