વાપીમાં મહાશિવરાત્રીના દિને બિનવારસી લાશને અંજલિ અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી દ્વારા મહાશિવરાત્રી ઉત્સવનું દેસાઈ વાડ ચણોદ ગામ 21મી ફેબ્રુઆરીને શુક્રવારના દિને ઉજવણી કરવામાં આવશે. જેમાં શિવજીની રૂદ્રાભિષેક પૂજા સવારે 8:30 થી 11.30 કલાકે બપોરે 12 કલાકે ફલાહાર મહાપ્રસાદનું આયોજન કરેલ છે. આ અભિષેક કરવાનો મુખ્ય ઉદ્દેશ વલસાડ જિલ્લાના પોલિસ દફ્તરે નોંધાયેલ બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે પોલીસ વિભાગના અધિકારીઓની હાજરીમાં તેમના દ્વારા અંજલી અભિષેક કરવામાં આવશે. તેમજ સમાજનું ભવન-વાડી અને શાળાના નિર્માણનું આયોજન કરી સમાજના વિવિધ સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.તેમાં ઉપસ્થિત રહેવા સમાજનાં પ્રમુખ ચન્દ્રકાંત વ્યાસ અને સેક્રેટરી રશેન્દુ ત્રિવેદીએ જણાવ્યું છે. દર વર્ષે મહાશિવર્ત્રીના દિવસે સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં પોલીસ ચોપડે નોંધાયેલા બિનવારસી મૃતકોને શ્રધ્ધાજંલિ આપવા કાર્યક્રમનું આયોજન કરાય છે. જેમાં પોલીસ અધિકારીઓ સહિત અનેક આગેવાનો પણ હાજર રહે છે.

અન્ય સમાચારો પણ છે...