તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીમાં ધુળેટીએ બે યુવક પર ચપ્પુથી હુમલામાં ત્રણ ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધુ‌ળેટીએ વાપી સુલપડના બે યુવકો ચણોદ ખાતે મિત્રના ત્યાં તહેવાર ઉજવવા જતા હોય ચણોદના 5 ઇસમોએ તેમના વિસ્તારમાં રમવા કેમ આવ્યા કહી બંને ઉપર ચપ્પુથી હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

વાપીના નાની સુલપડમાં રહેતા અનીલ યાદવ મિત્ર સાથે ધુળેટીએ ચણોદ ખાતે રહેતા તેના મિત્રના ઘરે તહેવાર ઉજવવા નીકળ્યા હતા. તે દરમિયાન શાંતિનગર પાસે એક ગલીમાં ઉભેલા 5 ઇસમોએ તેમને અટકાવી માર માર્યો હતો. અમારા વિસ્તારમાં ધુળેટી રમવા કેમ આવ્યા છો અહીંથી નીકળી જાઓ કહી અનિલ અને તેના મિત્ર પર ચપ્પુથી હુમલો કરતા મોઢાના ભાગે અને મિત્રને પેટના ભાગે ઇજા પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ આ અંગે ટાઉન પોલીસ મથકમાં આરોપી સાગર, રીતીક, વિવેક, મેહુલ અને ઓમકાર સામે ફરિયાદ નોંધાવાઇ હતી. ટાઉન પોલીસે આ કેસમાં શુક્રવારે આરોપી મેહુલ પ્રવીણ પટેલ, સાગર અને ઓમકાર ઉર્ફે બાંડ્યા ચંદ્રકાંત ઉત્તેકર તમામ રહે.ચણોદ શાંતિનગરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહીં કેમ આવ્યા કહી માર મરાયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો