ઉમરસાડીમાં પોલિસી મામલે 1.42 લાખની છેતરપિંડી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેક્ષ લાઈફ ઇન્સોર્યસમાં પોલીસના નાણાં ભરવા માટે ઢગ મેનેજરના ફોનના પગલે ઉમરસાડીના ટંડેલ પરિવારને 1.42 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.

ઉમરસાડીગામે માછીવાડ હરી ઓમ સ્ટ્રીટ ખાતે રહેતા અને શીપમાં નોકરી કરતાં જયચંદ્ર દેવજીભાઈ ટંડેલે મેક્ષ લાઈફ ઇન્સ્યુરન્સ કંપનીમાં ત્રણ પોલિસીઓ લીધી હતી. જે પોલીસના ડ્યુ તારીખ આવી ગઈ હતી એ અરસામાં તેમના પરિવાર પાસે ફોન આવ્યો હતો અને મેક્ષ લાઈફ માથી મેનેજર બોલું છું કહી ઓળખ આપી વાત કરી હતી અને પોલીસના નાણાં ભરવા માટે ડિસ્કાઉન્ટ સાથે સ્કીમ આપી નાણાં ભરવા જણાવ્યુ હતું . જોકે ટંડેલ પરિવારે પણ પોલીસ રિન્યૂ કરવાની હોવાથી નાણાં ભરવા તૈયાર થઈ ગયા હતા અને ત્રણ પોલિસીના ટંડેલ પરિવારે કુલ રૂ 1.42.888 રૂપિયા ફોન પર આપેલા એકાઉન્ટમાં એનઈએફટી કરી દીધા હતા. જોકે એ બાદ એક્સીસ બેંક માથી તેમના પોલિસીના નાણાં પણ કટ થઈ જતાં તેવોએ ઇન્સ્યન્સ કંપનીમાં તપાસ કરતાં તેવો કોઈક ઢગ ભગત મેનેજરના છેતપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પરિવારને કોલ કરનાર વ્યક્તિએ ઉતારેલી પોલીસીની પણ માહિતી આપતા ઇન્સુરન્સ કંપની માથી માહિતી કોઇકે લીક કરી હોવાની શંકા સાથે નાણાં પરત મેળવવા પરિવારે પારડી પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી હતી જોકે હજી સુધી પોલીસને આ બાબતે કોઈ મહત્વ ની કડી હાથ લાગી ન હતી.

અન્ય સમાચારો પણ છે...