તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારામાં નંબર પ્લેટ વગરની બાઇક લઇ ફરતા 2ની અટક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લાના પેરોલ ફ્લૉસ્કોર્ડની ટીમ વ્યારા નગરની જનક હોસ્પિટલ પાસે શંકાસ્પદ એક મોટરસાઈકલ પર સવાર બે યુવકોને અટકાવી કાગળો અંગે પુછતાછ કરતાં યોગ્ય ઉત્તર ન આપી શકતાં બંને ઈસમોની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

વ્યારા પોલીસે ઉનાઈ નાકાથી જનક હોસ્પિટલ તરફ જતા રોડ ઉપર એક હીરોહોન્ડા પ્રો નંબર વગરની મોટરસાઈકલ પર બે ઈસમો શંકાસ્પદહાલત લાગતાં તેમને અટકાવ્યા હતાં. ગાડીના કાગળોની માંગણી કરતાં તેઓએ પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ હતું. હિરો સ્પેન્ડર પ્રો નંબર પ્લેટ વગરની સિલ્વર ભુરા પટ્ટાવાળી જેના ચેચીસ નંબર MBLHA10ASDHD05771 તથા એન્જીન નંબર HA10ELDHD07166 હોય. મોટર સાયકલના માલિકની પુછપરછ કરતાં ગલ્લા-તલ્લા કરી ઉડાઉ જવાબ આપ્યો હતો. પોલીસને તપાસમાં સંતોષ કારક જવાબ નહી આપી શકતા મોટરસાઈકલ તેઓએ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનુ શંકાસ્પદ જણાઇ આવતાં પ્રકાશ ઉર્ફે શંકર સીતારામદાસ વૈષ્ણવ (23) (મૂળ રાજસ્થાન હાલ, વ્યારા જિ.તાપી)નો હોવાનું જણાવે છે. તથા તેની પાછળ બેઠેલ ઈસમનું નામઠામ પુછતા પોતાનું નામ રમેશ સોગાજી જાટ (36)(રહે.રાજસ્થાન હાલ રહે.કડોદરા,)નો બંને જણાની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...