તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયોલ ગામે બાઇક ચોરી કરતો ઈસમ સીસીટીવીમાં કેદ થયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણા તાલુકાના નિયોલ ગામે ગત શુક્રવારની રાત્રિએ ચોર દ્વારા નિયોલ ગામ ખાતે આવેલ નવા આહિરવાસ ફળિયામાં એક મોટરસાયકલની ચોરી થઇ હતી. જેની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન હદમાં ચોરો બિન્દાસ ફરી રહ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ પોલીસને ચોપડે નોંધ્યો છે. પલસાણા તાલુકાના નિયોલ ગામે ખાતે આવેલ નવા આહીરવાસમાં ગત શુક્રવારની રાત્રિ દરમ્યાન અજાણ્યા ચોરે નવું આહીરવાસમાં રહેતા રમેશભાઈ ઝીણાભાઈ પરમારના ઘર આંગણેથી મોડી રાત્રીએ ૨ વાગ્યાના અરસામાં મોટરસાયકલ ચોરી કરી એક અજાણ્યો ઈસમ ભાગી છૂટ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પ્રથમવાર ચોરે એક બાઇકમાં ચાવી નાખી મોટરસાયકલ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બાઇકનો લોક ખોલવામાં ફાવટ ન આવતા આખરે રમેશભાઈ પરમારનું મોટરસાયકલની ચોરી કરી ભાગી ગયા હતા. આ રીતે કેટલાય મોટરસાયકલો અજાણ્યા ઈસમો રાત્રી દરમિયાન અજાણ્યા ઈસમો ચોરી કરીને ભાગી છૂટતા હોય છે.જ્યારે આવા અજાણ્યા ઇસમોને હવે પોલીસનો ખોફ બિલકુલ રહ્યો નથી તેવું લાગી રહ્યું છે.

સીસીકેમરામાં કેદ બાઇક ચોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો