તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mahuva News In The Village Of Mahuwariya Hunting For Many Animals Finally Culminated With Panther Pajar 031711

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવરીયા ગામે અનેક પશુનો શિકાર કરનારો આખરે દીપડો પાંજરે પુરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા તાલુકાના મહુવરીયા ગામે સોમવારે વહેલી સવારે એક કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. મહુવા તાલુકાના મહુવરીયા ગામે રહેણાક વિસ્તારમાં એક કદાવર દીપડો શિકારની શોધમા આવી પોન્હચ્યો હતો અને રાત્રી દરમિયાન પશુપાલકના પાલતુ પશુઓ પર હુમલો કરી શિકાર કર્યો હતો.ઉપરાંત રાત્રી દરમ્યાન ખેતરે જતા ખેડૂતો પાછળ પણ બે વાર દોડવાની ઘટના બની હતી જે ઘટનામા ખેડૂતોનો આબાદ બચાવ થયો હતો.જે ઘટના બાદ ગ્રામજનોમા ભયનો માહોલ છવાઈ ગયો હતો અને ગ્રામજનો દ્વારા મહુવા વનવિભાગને જાણ કરી મહુવરીયા પાંજરૂ મુકવાની રજુવાત કરી હતી જે રજુવાત આધારે મહુવા વનવિભાગ દ્વારા ત્વરિત મહુવરીયા ગામે સીમાડી ફળિયામા બકુલભાઈ ના ઘર પાછળ બે દિવસ પહેલા પાંજરું ગોઠવી રાત્રી દરમ્યાન તેમા મારણ તરીકે મરઘી મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત આદરી હતી.તા-25/2/2019 ને સોમવારના રોજ વહેલી સવારે 5:00 વાગ્યાના અરસામાં દીપડો ફરી મહુવરીયા ગામે આવ્યો હતો અને પાંજરામાં મારણ તરીકે મુકેલ મરઘી જોઈ લલચાય ગયો હતો જે ખાવા જતા આબાદ રીતે પાંજરામાં ઝડપાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા જ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો અને પાંજરે પુરાયેલ દીપડો જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

મહુવરિયાથી પાંજરે પુરાયેલ દીપડો

દીપડાને અંતરિયાળ જંગલમાં મુક્ત કરાશે
વનવિભાગના કર્મચારીઓના જણાવ્યા મુજબ પાંજરે પુરાયેલ દીપડો અંદાજિત 3 વર્ષનો નર દીપડો છે. આ કદાવર દીપડાને વેહવલ નર્સરી પર લઈ જઈ તબીબી પરીક્ષણ કરાવ્યા બાદ ઉપલા અધિકારીની સૂચના આધારે દુર જંગલમાં દીપડાને મુક્ત કરાયો છે.અને પાંજરું ફરી મહુવરીયા ગામે જ ગ્રામજનોની રજુઆત આધારે મુકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો