તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mahuva News In The Village Of Machhsadda A Replacing Dubu Causeway Will Become A Bridge Of 580 Lakh 024039

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માછીસાદડા ગામે ડુબાઉ કોઝવેના સ્થાને 580 લાખનો પુલ બનશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહુવા તાલુકાના માછીસાદડા ગામે દર ચોમાસે પાણીમા ગરક બનતો ઓલણ નદી પરના લો લેવલ કોઝવેની જગ્યાએ મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની રજુઆત આધારે હાઈ લેવલ પુલ માટે ૫૮૦ લાખ રૂપિયા મંજુર કરાતા આ વિસ્તારની વર્ષો જૂની સમસ્યાનો અંત આવવાની ખુશીમાં આજુબાજુના ગ્રામજનોમા આનંદની લહેર ફેલાઈ ગઈ હતી.

મહુવા તાલુકાના માછીસાદડા ખાતે ઓલણ નદી પર વર્ષો જૂનો લો લેવલ કોઝવે આવેલ છે.જેના લીધે દર ચોમાસે નદીમાં પાણી આવતા જ આ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા વાહનવ્યવહાર ઠપ્પ થઈ જવા પામતો હતો. વર્ષો જૂની આ સમસ્યા ને કારણે આ વિસ્તારની જનતાએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી.જે હાલાકી અંગે સ્થાનિકો દ્વારા અવારનવાર લેખિત તેમજ મૌખિક રજુઆત તંત્રને તેમજ ચૂંટાયેલા નેતાઓને કરી હતી.આ ઉપરાંત ગ્રામજનોને પડતી હાલાકી અંગે દિવ્ય ભાસ્કરમાં પણ સતસ્વીર અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.જે અહેવાલ આધારે તેમજ આ વિસ્તારની જનતાની માંગણીને ધ્યાનમા લઈ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી જે રજુવાત આધારે નાયબ મુખ્યમંત્રીએ આ માછીસાદળા લો લેવલ કોઝવે ની જગ્યાએ રૂપિયા ૫૮૦ લાખ ના ખર્ચે હાઈ લેવલ પુલ 18 મીટરના 5 ગાળાના મેજર બ્રીજ વિથ એપ્રોચીસ મંજુર કરવામા આવ્યો હતો અને તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા માટે કાર્યપાલક ઈજનેરને સૂચના આપવામા આવતા મહુવા તાલુકાની જનતામા ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.આ વિસ્તારની વર્ષો જૂની દર ચોમાસે ઉદભવતી સમસ્યાનો અંત આવવાની શક્યતા જોઈને લોકોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો