વાપી ચણોદમાં જાહેર રસ્તા ઉપર લાઇટના થાંભલા નીચે આઇપીએલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી ચણોદમાં જાહેર રસ્તા ઉપર લાઇટના થાંભલા નીચે આઇપીએલ ક્રિકેટના ફાઇનલ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ યુવકોની ધરપકડ કરી જીઆઇડીસી પોલીસે મોબાઇલ અને રોકડા મળી કુલ રૂ.36,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ સામે જુગારધારા મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઇ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપી જીઆઇડીસી પોલીસના કર્મીઓ રવિવારે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પીઆઇ એન.કે.કામળીયાને મળેલી બાતમી મુજબ કર્મીઓને ચણોદ કોલોની મોકલાવતા આરતી બિલ્ડીંગની સામે જાહેર રસ્તા ઉપર ત્રણ યુવકો લાઇટના થાંભલા નીચે પોતપોતાના મોબાઇલ ખોલી તેના પર ચેન્નઇ-મુંબઇની ફાઇનલ મેચમાં હારજીતનો સટ્ટો બેટીંગ રમાડી રહ્યા હતા. પોલીસે એક એપલ ફોન કિં.રૂ.20,000 અને એક સેમસંગ ફોન કિં.રૂ.15,000 સાથે રોકડા રૂ.1200 મળી રૂ.36,200નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય યુવકની ધરપકડ કરી હતી. આરોપી રમેશ શિવપ્રસાદ યાદવ રહે.ચણોદ કોલોની યોગીકૃપા એપાર્ટમેન્ટ, અશોક સુરેશ પાસવાન રહે.કરવડ સાંઇધામ એપાર્ટમેન્ટ અને નીતીશ ઉપેન્દ્ર યાદવ રહે.ડુંગરીફળિયા સામે જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી આગળની તપાસ અહેકો સુરેશ મોતીરામ સોનારને સોંપાઇ છે. તેમજ કબલે કરાયેલ બન્ને મોબાઇલ એફએસએલ વલસાડ ખાતે મોકલાવી વધુ તપાસ હાથ ધરાઇ છે. થોેડા સમય અગાઉ પણ વાપીમાં ક્રિકેટ ઉપર સટ્ટા રમાડતા આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે. 20થી 30 વર્ષીય યુવકો ક્રિકેટના આ જુગારમાં તેજગતિએ ધકેલાઇ રહ્યા છે. તો મોબાઇલમાં અનેક ગેમ થકી સટ્ટાબાજી ચાલી રહ્યા હોવાથી યુવા વર્ગ કામ-ધંધાથી દૂર ભાગી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...