તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસકુઈ ડે ટેનિસ ટુર્નામેન્ટમાં એંધલની ટીમ ચેમ્પિયન બની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા તાલુકાના વાંસકુઈ ગામે વાંસકુઈ ક્રિકેટ ક્લબ દ્વારા 10 ઓવરની ડે ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન 15મી જાન્યુઆરીએ થયું હતું. જેનું ઉદઘાટન વાંસકુઈ ગામના ડેપ્યુટી સરપંચ શિતલભાઈ ચૌધરીના હસ્તે થયું હતું. ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. સેમી ફાઈનલ એંધલ અને કરચેલીયા અને બીજી સેમી ફાઈનલ નવા તળાવ અને ભટલાવની ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં એંધલ અને ભટલાવની ટીમ વિજેતા નીવડતા ફાઈનલ મેચ આ બંને ટીમો વચ્ચે રમાઈ હતી.

એંધલની ટીમે પ્રથમ દાવ લઇ 10 ઓવરમાં 129 રન બનાવ્યા હતા. એંધલની ટીમે છેલ્લા 36 બોલમાં તોફાની બેટિંગ કરી 99 રન ઝૂડી નાંખ્યા હતા. જેમાં મીનલ લાડ 30 રન અને શિવમ પટેલના 42 રન મુખ્ય હતા.

વિજેતા એંધલની ટીમના ખેલાડીઓ ટ્રોફી સાથે. તસવીર-કેતન નાયક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો