તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત-તાપી જિલ્લામાં ઠેરઠેર મહાવીર જયંતી ઉજવાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંસા, ઈર્ષ્યા, સત્રુતા, સ્વાર્થ, રાગ-દ્વેષ આદિ ભયાનક દુર્ગુણો અને દુખથી ખદબદતા સંસારમાંથી મૂક્તિ મેળવવા અને જીવનમાત્રને મુક્તિ અપાવવા આજથી 2617 વર્ષ પહેલા વિતરાગ પરમાત્મા, જૈન ધર્મના 24મા ચરમ તિર્થકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. એમના સમગ્ર જીવનમાંથી એમણે જગતને આ સંસારમાંથી મૂક્તિ અપાવવા અહિંસા, અપરિગ્રહ, અનેકાન્તવાદ, મૈત્રી ક્ષમા આદિનો સંદેશો આપ્યો હતો, અને જૈન શાસનની સ્થાપના કરી હતી.

બારડોલી હીરાચંદ નગર સ્થિત સરદાર બાગ શ્વે. મૂ. પૂ. જૈન સંઘમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી રાજપ્રતિબોધક, પધ્મભૂષણ જૈનચાર્ય શ્રી રત્નસુંદરવિજયજી મા. સા ની નિશ્રામાં થઈ હતી. આ પ્રસંગે વહેલી સવારે જીનાલયમાં સ્નાત્ર મહોત્સવમાં સર્વ શ્રદ્ધાળુઓ જોડાયા હતાં. ત્યારબાદનગરના રાજમાર્ગ પર વરગોડો ફર્યો હતો, અને પછી હીરાચંદ નગર ઉપાશ્રયમાં ભગવાનું પારણું શણગારી ભગવાનને પારણામાં પધરાવી પારણામાં ઝુલાવ્યા હતાં.આજના પાવન પ્રસંગે નગરના તમામ જીનાલયોને ઉત્તમ દ્રવ્યોથી શણગારવામાં આવ્યા હતા, અને ભગવાનને મનમોહક આંગી દ્વારા શણગારવામાં આવ્યા હતાં.

બારડોલીમાં મહાવીર જયંતની નીકળેલ શોભાયાત્રા

અન્ય સમાચારો પણ છે...