તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરીગામની મેરેથોનમાં 602 સ્પર્ધકોએ 8 કિ.મી.ની દોડ લગાવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરીગામ કેડીબી હાઈસ્કૂલ માં રવિવાર ના રોજ રોટરી કલબ ઓફ સરીગામ દ્વારા આયોજિત રન ફોર લીટ્રેસી (મેરેથોન દોડ ) નું રાજ્ય ના વન અને આિદिજાતી વિકાસ મંત્રી રમણલાલ પાટકર તથા રોટરી ઇન્ટરનેશનલ 3060 ના ડી.ગવર્નર પિન્કીબેન પટેલ એ ઝંડી બતાવી રવાના કરી હતી. 8 કિમિ ની મેરેથોન દોડ માં 15 થી 75 વર્ષ ના 602 જેટલા સ્પર્ધકો એ ભાગ લીધો હતો. મેરેથોન માં ભાગ લીધેલ

તમામ સ્પર્ધકો ને મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.મેરેથોન દોડ માં મહિલા સ્પર્ધકો માં પ્રથમ ક્રમે મનીષા વારલી,બીજા ક્રમે મમતા વારલી,ત્રીજા ક્રમે કમલ ટંડેલ વિજેતા થયા હતા.જ્યારે પુરુષ સ્પર્ધકો માં પ્રથમ ક્રમે સંજય પાગી, બીજા ક્રમે અનિલ સાંભર અને ત્રીજા ક્રમે હાર્દિક વડાલીયા વિજેતા થયા હતા.

ભિલાડ પોલીસ મથક ના પીએસઆઇ એ ડી મિયાત્રા એ વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી સન્માનિત કર્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવા પ્રોજેકટ ચેરમેન રાકેશ રાય,રોટરી ક્લબ ના પ્રમુખ ભરત જાની સેક્રેટરી દેવાંગ દિક્ષિત,રોટરેક્ટ કલબ ના પ્રમુખ જૈનીત મિસ્ત્રી,સેક્રેટરી આશય આરેકર,આરસીસી પ્રમુખ છબીલભાઈ પટેલ,સેક્રેટરી હીરાભાઈ ટંડેલ તથા પકો ચેરમેન રાજુભાઇ પંચાલ, દિનેશભાઇ રાઠોડ, તેમજ રોટરી પરિવાર ના તમામ સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.ડો.સુરેન્દ્ર પરમાર,માજી સરપંચ શૈલેષ કોમ્ભ્યા,નીતિન રાણાવત, વિનોદ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો