તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી લોકસભાની ચૂંટણીમાં કોઇપણ ઉમેદવાર દ્વારા મતદારોને દારૂ કે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી લોકસભાની ચૂંટણીમાં કોઇપણ ઉમેદવાર દ્વારા મતદારોને દારૂ કે રૂપિયાની લાલચ ન આપી શકે એ માટે ચૂંટણી અધિકારી દ્વારા જુદી જુદી સર્વેલન્સ ટીમ બનાવી છે. દમણની એફએસટી અને એસએસટી ટીમે દમણના અલગ અલગ ચેકપોસ્ટ ઉપર હાથ ધરેલી ચેકિંગની કામગીરી દરમિયાન રોકડા રૂપિયા 1,31, 994 કેશ અને 93 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દમણ ચૂંટણી વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધીમાં લાખો રૂપિયા કેશ અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો કબજે કરી ચુકી છે. દમણ શાંત અને નિષ્પક્ષ માહોલમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થાય એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...