તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોલવડ ખાતે થયેલી હત્યામાં પુત્ર પોલીસ પકડથી દૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોલવડ ગુરુકૃપા સોસાયટીમાં અસ્થિર મગજના યુવાન પુત્રએ માતાને માથાના ભાગે હથોડી મારી હત્યા કરી નાંખવાની ઘટનામાં અસ્થિર મગજનો યુવાન પોલીસ પકડથી દૂર છે. પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્કોર્વડની મદદ લીધી છે. આડોશ પાડોશમાં રહેતા લોકોના નિવેદન લઈ કામગીરી આગળ ધપાવી છે. પોલીસ સુત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ મહારાષ્ટ્રના ધુલીયાના વતની હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ખાતે આવેલ ગુરુકૃપા સોસાયટીમાં રહેતા મંગુબેન બચુભાઈ થોરી (55)ને સોમવારના રોજ સવારે માથાના ભાગે ઈજાથી લોહી લુહાણ અને બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જેમને સારવાર માટે સુરત નવી સવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જે અંગે કામરેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી શકમંદ આરોપીમાં મરનાર મંગુબહેનના પુત્ર અમૃત સામે ફરિયાદ નોંધી હતી. પરંતુ હજી સુઘી મરનાર મંગુબહેનના પુત્ર પોલીસ પકડથી બહાર છે. પોલીસે હાલમાં આડોશ પાડોશમાં રહેતા લોકોના નિવેદનો લીધા હતા. મંગળવારના રોજ સવારે ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદ પણ લીધી હતી. ઘટના બનતા ડીવાયએસપી હેતલબહેન પટેલે ઘટનાસ્થ‌ળની મુલાકત પણ લીધી હતી.

મરનાર અસ્થિર મગજનો યુવક હતો
મરનાર મંગુબહેનનો પુત્ર અમૃત અસ્થિર મગજનો હોવાનું ફરિયાદી લીલાબહેને જણાવ્યું હતું. અમૃત થોડા સમય અગાઉ ટ્રકમાં બેસી કર્ણાટક જતો રહ્યો હતો. છ માસ બાદ કર્ણાટક પોલીસ ખોલવડ ખાતે મૂકી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...