તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajpipla News In The Karjana Colony Of Vadai With The Issue Of 5 Jugaar 3 Lakhs Arrested 033128

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાડીયાની કરજણ કોલોનીમાં 5 જુગારી 3 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા નજીક આવેલાં વાડિયાની કરજણ કોલોનીની વસાહ માં જુગાર રમતા 5 જુગારીયાને પોલીસે 1.73 લાખ રૂપિયા રોકડા અને કાર મળી કુલ 3 લાખના મુદામાલ સાથે ઝડપી પાડયાં છે.

કરજણ કોલોનીના બ્લોક B /1 ના રૂમ નં.7 પાસે જગ્યાએ ખુલ્લી જગ્યામાં લાઇટથી અજવાળુ કરી પત્તા પાના વડે પૈસાથી હારજી નો જુગાર રમાઇ રહયો હતો. રાજપીપલા ટાઉન પીઆઇ આર.એસ.રાઠવાએ પોતાની ટીમ સાથે રેડ કરતા જુગારીયાઓમાં ભાગદોડ મચી હતી. જેમાં કેવડીયા કોલોનીનો કૌશિક રવજી તડવી, રાજપીપલાના કસ્બાવાડનો ઇમ્તીયાઝ કદર કુરેશી, વાવડીનો નિતીન રમણ પટેલ, તિલકવાડાના કામસોલીનો મોહસીન કમાલ મહમદરફીક ઘોરી અને કોલોનીના બ્લોક B /1 ના રૂમ નં.7 માં રહેતો વિજય શના વસાવા આ પાંચ જુગારીયા પોલીસના હાથે ઝડપાય ગયાં હતાં. તેમની પાસેથી રોકડા રૂપિયા 1,73,100 રોકડા તથા 7 મોબાઇલ, પત્તાપાનાની કેટ, ઇકો ગાડી મળી કુલ 3,07,705 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો