તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોની નારાજગી સામે સિંચાઇ ખાતામાં ફફડાટ પોલીસ બંદોબસ્ત સાથે પાણી છોડવા પત્ર પાઠવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રવાહ અનિયમિત રહેતા મજબૂર બનેલા કેટલાક ખેડૂતોએ અગાઉ પાઇપ-મોટર નાંખી પાણી ખેંચ્યું હતું, 8 સ્થળે માગણી કરાઇ
ચાલુ સિઝને નહેરોના નવિનીકરણ માટે 60 દિવસથી વધુ દિવસો નહેરો બંધ રાખવામાં આવી હતી. આ ઉપરાંત ઉકાઈ જળાશયમાં પૂરતા પાણીના જથ્થાના અભાવે પણ નહેરમાં રોટેશનમાં કાપ મુકવામાં આવતા હાલ ગામેગામ પાણીને લઈને લોકોની પરિસ્થિતિ કફોડી બની છે. ચોમાસામાં પણ પાછોતર વરસાદ ન વરસતા અને નહેરોમાં પણ પાણી ન આવતા તાલુકાના ગામેગામ નદી, તળાવો, કોતરો સુકાઈ જતા બોર-કૂવામાં પાણીના તળ નીચે ઉતરી જતા પીવાના પાણીની સમસ્યા દિવસે દિવસે વધુ ઘેરી બની રહી છે. તાલુકામાં ખેતી સાથે પશુપાલનનો પણ વ્યવસાય વિકસિત થયો છે અને જેને લઈને પશુધનની પણ સંખ્યા વિશેષ છે ત્યારે લોકો સાથે પશુધન માટે પણ પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે.

હવે 20મી એપ્રિલે સિંચાઈ વિભાગ દ્વારા નહેરોમાં પાણી છોડવાની તજવીજ હાથ ધરાઈ છે ત્યારે લાંબા સમય બાદ નહેરોમાં પાણી આવશે ત્યારે પાણી માટે કોઈ વિવાદ ન સર્જાઈ તે માટે સિંચાઈ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. અંબિકા સબડિવિઝનની ચીખલી કચેરી દ્વારા લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે 20મી એપ્રિલથી પાણીનું રોટેશન શરૂ થનાર હોય ખેડૂતો તથા લોકો દ્વારા રાત્રિ દરમિયાન નહેરના દરવાજા સાથે ચેડા થવાનો સંભવ છે. આ અંગે નાયબ કલેકટર ચીખલીએ પણ સૂચના આપેલી છે. જેથી પાણીનો ...અનુસંધાન પાના નં. 2બગાડ અટકાવવા માટે આઠ સ્થળોએ હથિયારધારી પોલીસ બંદોબસ્ત આપવા માટેની માંગણી કરવામા આવી છે ત્યારે આવનાર દિવસોમાં પાણી માટે ઘર્ષણ સર્જાઈ તો નવાઈ નહીં.

પાણીનો બગાડ ન થાય એ માટે વ્યવસ્થાની માંગ | કાર્યપાલક ઈજનેર અંબિકા વિભાગ નવસારીને પત્ર લખી પોલીસ બંદોબસ્ત આપવા બાબતે પોલીસ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે. કોઈ અવ્યવસ્થા કે પાણીનો બગાડ ન થાય એ માટે પોલીસ બંદોબસ્તથી માંગણી કરવામાં આવી છે. એસ.એન. પટેલ, નાયબ ઈજનેર, ચીખલી સિંચાઈ પેટા વિભાગફોટો : સિંચાઈ વિભાગ દ્વારા પાણી ન છોડવામાં આવતા નહેરોમાં બાળકો ક્રિકેટની મજા માણી રહ્યા છે.

ફોટો : બંદોબસ્તની માંગણીના પત્રની નકલ

બંદોબસ્તની માંગણીના પત્રની નકલ, સિંચાઈ વિભાગ દ્વારા પાણી ન છોડવામાં આવતા નહેરોમાં બાળકો ક્રિકેટની મજા માણી રહ્યા છે.

પિયાવો ભરીએ પણ સમયસર પાણી મળતું નથી
ખેડૂતોનો પાક સિંચાઈના અભાવે ખાક થઈ રહ્યો છે. હવે ખેડૂતોને ક્યારે સિંચાઈનું પાણી મળે. સિંચાઈ વિભાગ દ્વારા હવે ગમે તે રીતે તાત્કાલિક રીતે પાણી પુરું પાડવું જોઈએ. ખેડૂતો પિયાવો ભરતા આવ્યા છે તેમ છતાં સમયસર એને પૂરતું સિંચાઈ મળતું નથી. ખેડૂતોને પાણી મળે એવી વ્યવસ્થા તાત્કાલિક કરવી જોઈએ. કિરણભાઈ પટેલ, ખેડૂત ખાતેદાર, સાદકપોર

પાણી માટે ખેડૂતો અધીરા બન્યા છે
લાંબા સમય બાદ સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતો અધીરા બન્યા છે અને પાક બચાવવા કમર કસી રહ્યા છે. સિંચાઈ વિભાગે પૂરતા દબાણથી ખેડૂતની જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી પુરું પાડવું પડશે. વિનયભાઈ પટેલ, ખેડૂત, તલાવચોરા

ઘર્ષણનાં એંધાણ
ચીખલી તાલુકામાં 20મીથી શરૂ થતા રોટેશન સામે ઉપરી અધિકારીને જાણ કરાઇ
ચૂંટણી બાદ જ બંદોબસ્ત આપી શકાશેે
સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા પોલીસ બંદોબસ્ત માટેની રજૂઆત આવી હતી પરંતુ હાલમાં લોકસભાની ચૂંટણી નજીક હોય અને પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત છે. ચૂંટણી બાદ જ પોલીસ બંદોબસ્ત આપી શકાય એમ છે. ડી.કે. પટેલ, પીઆઈ, ચીખલી

અન્ય સમાચારો પણ છે...