તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગરા વિસ્તારમાં જૂગાર રમતા 5 શકૂની ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપીના ડુંગરા વિસ્તારમાં જૂગાર રમતા 5 શકૂનીને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા અને મોબાઇલ મળી કુલ રૂ.69000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાપીના ડુંગરા પોલીસ મથકમાં ફરજ બજાવતા આપોકો પ્રમોદ આનંદ ગુરૂવારે ડુંગરા વિસ્તારમાં સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન યુસુફનગર ખાતે ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેથી સ્થળ ઉપર રેઇડ કરતા દાવ પરના રોકડા રૂ.2500 અને અંગઝડતીના રોકડા રૂ.26,580 સાથે મોબાઇલ નંગ-4 કિં.રૂ.40,000 મળી કુલ રૂ.69,080નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

રૂ. 69 હજારનો મુદ્દામાલ કબજે કરાયો

જુગાર રમતા આ લોકો ઝડપાયા

{ સુધાંસુ ઉર્ફે લાલ્યો ઓમાનંદ પાંડે રહે.ડુંગરા હિરાવતી નગર શાન્તુભાઇની ચાલ { રામપ્યારે જગપતરામ હરિજન રહે.ડુંગરા યુસુફનગર ગણેશની ચાલ { સલમાન મુન્ના ખાન રહે.ડુંગરા કોલોની બ્રહ્મદેવ મંદિરની બાજુમાં { સુલેમાન મહંમદયાસીન ખલીફા રહે.ડુંગરા ભોપાલીનગર મહેમુદાબેનની ચાલ, { સંકેત મહેશ કોળીપટેલ રહે.ડુંગરા સળકફળિયા ટેકરા પાસે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો