તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારા નગરમાં વધી રહેલી ચોરીને લઇ રહીશોમાં ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગરમાં હાલ રાત્રી દરમિયાન ઘરફોડ ચોરી ની ઘટના ભુલાય નથી, ત્યાં ફરી રાત્રે એક મોટરસાયકલ ચોરવાની ફરિયાદ નોંધાઈ હતી વ્યારા પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ હાથ ધરે એ જરૂરી છે.

ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વ્યારા નગરમાં આવેલ અંબિકા નગર સોસાયટી તાડકુવા પાસે,હિરેનભાઇ આમજીભાઈ ચૌધરી નાઓએ પોતાના ઘરની બાજુમાં આવેલ પાર્કિંગમાં 31મી માર્ચ ના રોજ કાળા કલરની યામાહા કંપનીની એફઝેડ મોટર સાયકલ નંબર GJ-26-Q-7235ને ઘર આગને પાર્કિંગ કરી હતી. તે વેળાએ કોઈ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવીથી ખોલી અથવા લોક તોડી મોટર સાયકલ ચોરી કરી નાશી ગયો હતો. બનાવ અંગે હિરેનભાઇ આમજીભાઈ ચૌધરી રહે,168/બી અંબિકા નગર સોસાયટી તાડકુવા પાસે વ્યારા નાઓએ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેના આધારે આજરોજ વ્યારા પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ ભીખાભાઈ જેઠાભાઈ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...