તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla News In The Case Of Death Of Matherar The Court Order For Police Investigation 072138

માથાસરના મોતના કિસ્સામાં પોલીસ તપાસનો કોર્ટનો આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેડિયાપાડાના માથાસર ગામના ખેતરમાં એક વર્ષ અગાઉ એક રહીશના થયેલા મોતની ઘટનામાં કોર્ટે પોલીસ તપાસના આદેશ આપ્યાં છે. મૃતકની પત્નીએ તેના પતિની ટ્રેકટરના પૈસાના વિવાદમાં 16 લોકોએ ભેગા મળી ઝેર આપી હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં.

માથાસર ગામમાં રહેતા શારદાબેન અમરસીંગભાઈ વસાવાએ કોર્ટમાં આપેલી ફરિયાદ મુજબ તેમના પતિ અમરસીંગ બીડાભાઇ વસાવાને 16 વ્યક્તિઓએ એક સંપ થઇ ગત 06 એપ્રિલ 2018 નાં રોજ હોળીના તહેવાર વખતે થયેલા ઝગડાની અંગત અદાવત રાખી તથા ટ્રેક્ટરના પૈસા ન ચુકવવા પડે તે કારણે તેના પતિને કોઇ ઝેરી પદાર્થ ખવડાવી હત્યા કરી નાંખી હતી. હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા માટે ટ્રેકટરને ઉંધુ પાડી દેવામાં આવ્યું હતું. શારદા વસાવાએ તેમની ફરિયાદમાં શકમંદ તરીકે છગન વસાવા, ભાદરીયા વસાવા, પારસી વસાવા, સોમા વસાવા, અમરસીંગ વસાવા, કરશન વસાવા, રાયજી વસાવા, ભાદરીયા વસાવા, ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...