• Gujarati News
  • National
  • Rajpipla News In Rajpipla Installments Of Beneficiaries Were Deposited In Different Accounts 070616

રાજપીપળામાં લાભાર્થીઓના હપ્તા અલગ અલગ ખાતામાં જમા થયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક બાદ એક છબરડા સામે આવ્યાં છે. હપ્તાની રક્મ અલગ અલગ ખાતામાં જમા થતા લાભાર્થીઓ અટવાયાં હતાં. લાંબો સમય થવા છતાં ન આવેલાં હપ્તાની રકમ હાલ લાભાર્થીઓના અલગ બેન્ક ખાતાઓમાં જમા થતા દોડાદોડી વધી છે. અમુક લાભાર્થીના હપ્તા બંધ ખાતાઓમાં જયારે અમુકના પત્નીઓના બેંક ખાતામાં જમા થયા હોવાના છબરડા બહાર આવ્યાં છે.

2017-18 ના વર્ષ માં રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ હેઠળ કુલ 152 જેવા લાભાર્થીઓના આવાસ મંજૂર થયા હતાં. પોતાના આવાસો તોડી નવા બનાવવાની શરૂઆત કરાઇ હતી પણ હપ્તાની ત્રીજી રકમ બેંક ખાતામાં જમા નહિ થતાં લાભાર્થીઓમાં દોડધામ જોવા મળી હતી. જે બેંક ખાતામાં અગાઉના હપ્તાની રકમ જમા થઇ હતી તેમાં ત્રીજા હપ્તાની રકમ જમા થઇ ન હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્રીજો હપ્તો ન આવતા પાલિકામાં આવાસ યોજનાનું કામ સાંભળતા કર્મચારી સાથે ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...