તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમારા વિસ્તારમાં ધુળેટી રમવા કેમ આવ્યા કહી બે યુવક પર હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપીના એક વિસ્તારમાં ધુળેટીના દિવસે ઘરથી નીકળી મિત્રના ત્યાં જતા બે યુવકને 6 લોકોએ તેમના વિસ્તારમાં તહેવાર મનાવવા કેમ આવ્યા કહી ગાળો બોલીને માર માર્યો હતો. ત્યારબાદ એક ઇસમે બંને ઉપર ચપ્પુથી હુમલો કરતા સારવાર માટે તેઓ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે અંગે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવાઇ હતી.

વાપીના નાની સુલપડમાં રહેતા અનીલ સુખલાલ યાદવ ધુળેટીના દિવસે સાંજે મિત્ર ચંદન સંજય યાદવ સાથે ચણોદ ખાતે રહેતા મિત્ર સમશેરના ઘરે ધુળેટી રમવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન શાંતિનગર કાળીદાસની બિલ્ડીંગ વચ્ચેની ગલીમાં ઉભેલા ઇસમોએ બંનેને જણાવેલ કે, આ અમારો એરિયા છે અહીંથી ચાલી જાઓ. ત્યારબાદ તમામે એક સંપ થઇ બંને મિત્રોને જણાવેલ કે તમો બહારના અમારા વિસ્તારમાં ધૂળેટી રમવા કેમ આવ્યા કહી અનીલને બે તમાચો મારી કપડા ફાટી નાંખી વાળ ખેંચેલ અને સાગર નામના ઇસમે ચપ્પુથી ફરિયાદીના મોઢા પર માર મારતા મિત્ર ચંદન તેને બચાવવા વચ્ચે પડ્યો હતો. જેથી તેના પેટના ભાગે ચપ્પુથી માર મારતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. બનાવ બાદ આરોપીઓ સ્થળથી ફરાર થઇ ગયા હતા. જે અંગે અનીલ યાદવે ટાઉન પોલીસ મથકમાં આરોપી સાગર રહે.ચણોદ, રીતીક ઉર્ફે પીડીયા રમેશ પટેલ, વિવેક ઉર્ફે કાના છનુ પટેલ, મેહુલ પ્રવીણ પટેલ રહે.ચણોદ અને ઓમકાર ઉર્ફે બાન્ડ્યા ચંદ્રકાંત ઉત્તેકર રહે.ચણોદ શાંતિનગર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો