મોહિનીમાં ત્રણ વર્ષથી ટાંકીને સ્ટેન્ડ પર મૂકવા માટે તંત્રને સમય જ નથી મળતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉચ્છલ તાલુકાના મોહિની ગામે સરકારી યોજના 14માં નાણાંપંચમાંથી ત્રણ વર્ષ પહેલા મુકવામાં આવેલ પાણીની ટાંકી તાલુકા પંચાયતે બનાવી હતી, પરંતુ ટાંકી સ્ટેન્ડ પોઝ પર ન મુકતા બીન ઉપયોગી જોવા મળી રહી છે.

ઉચ્છલ તાલુકાના ઉંડાણના વિસ્તારોમાં આવેલા મોહિની ગામ પંચાયતમાં પીવાના પાણીની ભારે તંગી જોવા મળે છે, જે અંગેની ગ્રામજનોની અવાર નવારની ફરિયાદ લઈને સરકારે 14માં નાણાપંચની ગાન્ટમાંથી સને 2015/16 માં મોહિની ગામે પંચાયત કે તાલુકા પંચાયત તરફથી લોકોને પીવાનાં પાણી માટે ટાંકી અને સ્ટેન્ડ પોઝ મંજૂર થયા હતા. તંત્ર તરફથી ટાંકી અને સ્ટેન્ડ પોઝ બનાવવામાં આવેલ હતા. પરંતુ ત્રણ વર્ષ થવાં છતાં ટાંકી જમીન પર અને સ્ટેન્ડ પોઝ તેની જગ્યાએ બનીને પડેલ જોવા મળી રહ્યાં છે. જેને કારણે ગામ્ય વિસ્તારોના આદિવાસી પ્રજાને પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. જેથી પીવાના પાણીની ટાંકી અને સ્ટેન્ડ પોઝ બીન ઉપયોગી જોવાં મળી રહી છે. જેને લઈ ને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવાં મળી રહી છે.

પ્રસંગમાંથી આવી તપાસ કરાવું

આ અંગે ઉચ્છલ તાલુકા પંચાયતના વિકાસ અધિકારી પીયુષ પાયધોડેને પૂછવામાં આવતાં જણાવેલ કે એસ.ઓ.(બાંધકામ) કોઈ અધિકારીને ત્યાં સામાજીક પ્રસંગમાં ગયા આવે પછી તપાસ કરાવી જણાવું.

હરસણી ગામની પાણીની ટાંકી

14માં નાણાપંચની ગાન્ટમાંથી વર્ષ 2015-16માં ટાંકી અને સ્ટેન્ડ પોસ્ટની વ્યવસ્થા કરાઇ હતી

આ અંગે ઉચ્છલ તાલુકાના અને વિરોધ પક્ષના એક રાજકીય આગેવાન (નામ નહી આપવાની શરત જણાવેલ કે) મોહિની ગામે ઘણા સમયથી પીવાનાં પાણીની સમસ્યાને કારણે ટાંકી અને સ્ટેન્ડ પોઝ બનાવવામાં આવેલ હતા, પરંતુ સ્ટેન્ડ પોઝ પર ન મુકતા બીન ઉપયોગી જોવાં મળી રહી છે.

યોગ્ય સ્થળ પર પાણીની ટાંકી ન મૂકતા લોકો માટે તે બિનઉપયોગી બની છે
અન્ય સમાચારો પણ છે...