• Gujarati News
  • National
  • Rajpipla News In Lockdown 11 People Were Caught Playing Cricket At Two Places 070044

લોકડાઉનમાં બે સ્થળે ક્રિકેેટ રમતાં 11 લોકો પકડાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં ભરૂચ જિલ્લામાં 23 દુકાનદારો સામે તેમજ ક્રિકેટ રમતા અને જાહેરમાં ટહેલતાં કુલ 31 લોકો સામે ગુનો નોંધ્યો છે. જ્યારે નર્મદ જિલ્લામાં પણ 60 લોકો સામે ગુનો નોંધાયો છે.

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વહિવટી તંત્ર દ્વારા છાસવારે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા એટલે કે લોકોએ એકત્ર ન થવા માટે કલેક્ટરે જાહેરનામુ પાડવામાંં આવ્યું છે. તેમ છતાં ઘણા બધા લોકો હજી કોરોના વાયરસની મહામારી પ્રત્યે બેદરકારી દાખવી રહ્યાં છે. જેના પગલે પોલીસ તંત્રએ હવે કડકરૂખ અપનાવી જાહેરનામુ ભંગ કરવાના સંદર્ભમાં કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ભરૂચ જિલ્લામાં પાનગલ્લા, કટલરી, મોબાઇલ, સહિતની દુકાનો ખુલ્લી રાખનારા 23 દુકાનદારો સામે ગુનો નોંધ્યો છે. બીજી તરફ ભરૂચ શહેર તેમજ તાલુકામાં બે સ્થળે ક્રિકેટ રમતાં 11 લોકો સહિત 31 લોકો સામે જાહેરનામાના ભંગ મુદ્દે ગુનો નોંધ્યો હતો. નર્મદા જિલ્લામાં પણ 60 લોકો સામે ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...