તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરવાસા માઈનોરમાં પાણી આવ્યા ને બે દિવસમાં જ મસમોટું ગાબડું પડ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નહેરના નવીનીકરણની કામગીરી માટે દોઢ મહિનો નહેર બંધ રહી છે. જેથી ખેડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખરવાસા માઈનોર નહેરનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રોટેશન શરૂ કરતાં જ નહેરમાં ભંગાણ પડ્યું છે. જેના પરથી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામગીરી છતી થઈ છે. ધૂળ પર લીપણ કર્યુ હોય તેવી કામગીરીથી ખેડૂતોને હવે ફરી પાણીની ખેંચ પડશે. ત્યારે આવું નબળું કામ કરનારા કોન્ટ્રાક્ટર અને કામગીરી દરમિયાન યોગ્ય દેખરેખ ન રાખનારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવેલી તેવી માંગ ખેડૂતોમાં ઉઠવા પામી છે.

નહેરના નવીનીકરણ માટે 45 દિવસ સુધી નહેર બંધ રહી હતી. જેના કારણે ખેડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી માટે ખેડૂતોએ કુસ્તી કરવી પડી હતી. જ્યારે ગત બે દિવસથી કાકરાપાર પ્રોજેક્ટની બારડોલી બ્રાંચમાંથી નીકળતી ખરવાસા માઈનોર નહેરનું 30 દિવસ ...અનુ. પાના નં.3

સવારે નહેરમાં પડેલી તિરાડ બપોર થતાં જ ગાબડામાં ફેરવાઇ ગઇ
ખરવાસા માઈનોરમાં સવારે પડેલ તિરાડ

ફરી હાલાકી ભોગવવી પડશે
સ્થાનિક ખેડૂતના રમેશભાઈના જણાવ્યા અનુસાર નહેર ખાતા દ્વારા જલદી કામગીરી કરવામાં ન આવે તો આ ગાબડું મોટુ થઈ ભંગાણ પડશે, અને નહેર બંધ કરવાનો વારો આવશે. જેથી ફરીથી અમારે પાણી માટે તકલીફ સહન કરવાનો વારો આવશે.

ખરવાસા માઈનોરમાં બપોરે પડેલું ગાબડું

ઉકાઈ ડાબા કાંઠા નહેરનું રોટેશન શરૂ થતાની સાથે જ નહેરના નવીનીકરણની કામગીરી છતી થઈ છે. સોમવારે સવારે નહેરમાં પાણી આવતાં નવા કરેલા ક્રોંક્રિટમાં તિરાડ પડેલી નજરે પડી હતી. જ્યારે બપોર સુધીમાં મસ મોટું ગાબડું પડી ગયું હતું. તેમજ નહેરનું પાણી બાજુમાં આવેલ કાળામાં ઝડપતું નજરે પડ્યું હતું.

પાણી પાછળ કરોડનો ખર્ચે પાણીમાં
નહેરની કામગીરી દરમિયાન સિંચાઈ વિભાગના કોઈ પણ અધિકારીઓ દેખરેખ રાખતા નથી. જેના કારણે કોન્ટ્રાક્ટર પોતાની મરજી પ્રમાણે કામગીરી કરીને છૂટા થઈ જાય છે. જેથી ગુણવત્તા જળવાતી નથી અને સરકારના કરોડો રૂપિયા એળે જાય છે. સરકારનો હેતુ સિદ્ધ થતો નથી. આવી કામગીરીથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના સંબોધો છતા થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો