તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનપાડામાં 50 લાખના ખર્ચે રસ્તા સહિત વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ તાલુકા પંચાયત અને જામનપાડા ગ્રામ પંચાયતના સયુંકત રીતે મંજુર થયેલા જામનપાડા ગ્રામપંચાયતના વિસ્તારના વિવિધ રસ્તા સહિતના વિકાસના કામોનું તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન નાયક અને જામનપાડાના સરપંચ ડો.અમિતભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જામનપાડા વિસ્તારમાં આવતા દુકાન ફળિયા, ગવળા ફળિયા, દાદરી ફળિયા, તળાવ પાડા ફળિયા, નિશાળ ફળિયાના રસ્તા સહિત પેવરબ્લોક પાણીની ટાંકી વિસ્તારના રસ્તાના પેવરબ્લોક રસ્તા સહિત ટાંકી જેવા કામો મંજુર કર્યા હતા. જે રૂ. 50 લાખના ખર્ચે નિર્માણ થશે. ખાતમુહૂર્તમાં તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન નાયક, સરપંચ ડો. અમિતભાઇ પટેલ, કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ગુણવંતીબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય સુનિતાબેન, વિભાબેન, વૈશાલીબેન સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

જામનપાડામાં ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો.

અન્ય સમાચારો પણ છે...