તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણના ભીમપોર ખાતે આવેલી એક બંધ કંપનીમાં સોમવારે મળસ્કે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દમણના ભીમપોર ખાતે આવેલી એક બંધ કંપનીમાં સોમવારે મળસ્કે બે ચોર ચોરી કરવા માટે આવ્યા હતાં. ચોરી કરીને ભાગવા જતાં એક ચોરીને બાજુની કંપનીના વોચમેને પકડી લેતાં અન્ય ચોર પણ પોલીસે ઝડપી લીધો હતો. દમણના ભીમપોર ખાતે આવેલી પોલીકેબ યુનિટ-1 ની બાજુમાં આવેલી એનએચએન કોર્પોરેટ કંપની જે હાલમાં બંધ છે. તેમાં સોમવારે મળસ્કે બે ચોર ચોરી કરીને ભાગી રહ્યા હતાં. તે દરમિયાન પોલીકેબ કંપનીના સીક્યુરીટી ગાર્ડે એક ચોરને પકડી પોલીસને બોલાવી હતી. પોલીસે પિન્ટુ યાદવની અટકાયત કરીને પૂછપરછ કરતાં અન્ય ચોર નાગેશ્વર ઉર્ફે રંગીલાને પણ કચીગામથી ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...