તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુમાલીયામાં જૂના ઝઘડાની રીસમાં ધિંગાણું : 10ને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂમાલિયા ગામે 2017 માં લગ્ન હોય જેમાં વરઘોડામાં નાચવા બાબતે બે પરિવારો વચ્ચે ઝગડો અને બોલાચાલી થઇ હતી. જે બાબતે આજે બે વર્ષ બાદ યાદ આવતા જૂના ઝગડાની અદાવતમાં બે પરિવારો વચ્ચે ફરીથી ધિંગાણુું થતાં 10 લોકોને ઇજા પહોંચી હતી. બનાવ સંદર્ભમાં 14 આરોપીઓ સામે કેવડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

કેવડિયા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક ફરિયાદમાં તરુણ નરસીંગ તડવીએ ફરિયાદ લખાવી હતી કે 2017 માં ગામના દિપક હરેન્દ્ર તડવીના લગ્ન હતા ત્યારે જેના વરઘોડામાં નાચવા બાબતે ધક્કામુક્કી થઇ હતી. જેમાં મનીષ ઉર્ફે મનોજ ચંદુ તડવીએ તરુણ તડવીની ફેંટ પકડી બહાર લઇ જઈ બાકીના તેની સાથે ઉપરાણું લઇ મારામારી કરી હતી. જેની રીશ રાખી ગત રોજ ભુમલિયાના તરુણ સામે ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...