ભરૂચ જિ.માં સિઝનના વરસાદે 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ જિલ્લામાં ચાલુ સિઝનમાં વરસાદે છેલ્લા 15 વર્ષનો રોકર્ડ તોડ્યો છે. આ સિઝનનો વરસાદ 10489 મીમી વરસાદ સરેરાશ 165.16 % વરસાદ ચાલુ વર્ષે પડ્યો છે. જેમાં સૌથી વધુ અંકલેશ્વર તાલુકામાં 226.92 % વરસાદ પડ્યો છે. સૌથી ઓછો વરસાદ ઝગડિયા તાલુકામાં 80.01 % પડ્યો છે. જિલ્લાના 2 તાલુકામાં 200 % વધુ વરસાદ અને 5 તાલુકામાં 150 % થી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યભરમાં અંકલેશ્વર તાલુકો સરેરાસ વરસાદમાં ચોથા નંબરે રહ્યો છે.

ભૂચ જિલ્લામાં ચાલુ વરસાદી સિઝનમાં મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો. ભાદરવામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ખેડૂતો હજી પણ ખેતરોમાં જતાં પણ મુશ્કેલી અનુભવે છે. ...અનુસંધાન પાના નં.2

આ વખતની સિઝનમાં ભરપુર માત્રામાં વરસાદ થયો છે. ભરૂચ જિલ્લાનાં હવામાન વિભાગ ખાતે 1989 થી 2018 સુધી નોંધાયેલો સિઝનનો એવરેજ વરસાદ 7050 મીમી રહ્યો છે. જેની સામે ચાલુ વર્ષે સિઝનનો અત્યારસુધીનો કુલ વરસાદ 10489 મીમી નોંધાયો છે.

ભરૂચ જિલ્લાાં વર્ષ 2005 થી 2019 સુધીમાં માત્ર 2013માં 10105 મીમી વરસાદ ભરૂચ જિલ્લામાં પડ્યો હતો. જેની સામે ચાલુ વર્ષે પાછળ 15 વર્ષનો રેકોર્ડ તોડી ઇતિહાસ સર્જક વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસુ હજી પણ 3જી ઓક્ટોબર સુધી સક્રિય રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જિલ્લામાં વરસાદ પોતાના ચોથા રાઉન્ડમાં છેલ્લા 2 દિવસ 9 તાલુકામાં વરસી રહ્યો છે. તેમજ વરસાદ છાયા વાતાવરણ જોતા હજી પણ વરસાદ ચાલુ રહી શકે છે. ચોમાસાના મોસમના 115 દિવસ પૈકી 57 દિવસ વરસાદ પડ્યો છે.

ભાદરવાના અંતિમ તબ્બકામાં ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. શુક્રવારે બપોર બાદ સતત વરસાદ વરસતા ભાદરવો ભરપૂરનો એહસાસ કરાવ્યો હતો. રાજેશ પેઈન્ટર

રાજ્યમાં સૌથી વધુ વરસાદમાં અંકલેશ્વર ચોથા નંબરનો તાલુકો
ચાલુ વર્ષે વરસેલા વરસાદમાં જિલ્લામાં સૌથી વધુ સૌથી વધુ અંકલેશ્વર તાલુકામાં 226.92 % વરસાદ પડ્યો છે. જે રાજ્યના તમામ તાલુકા વારમાં 4 નંબરે સૌથી વધુ વરસાદ પડ્યો હોય તે તાલુકા બન્યો છે. પ્રારંભિક 2 મહિના રાજ્ય પહેલા નંબરે સૌથી વધુ વરસાદ અંકલેશ્વરમાં પડ્યો હોવાનું નોંધાયું હતું.

સૌથી ઓછો વરસાદ ઝઘડીયા તાલુકા 80.01 % નોંધાયો
2019ના તાલુકાવાર વરસાદની ટકાવારી

તાલુકા સરેરાશ વરસાદ કુલ ટકાવારી

(1989-2018) વરસાદ મીમીમાં
આમોદ 492 800 162 %

અંકલેશ્વર 673 1527 226.92 %

ભરૂચ 901 1413 156.88 %

હાંસોટ 838 1587 189.41 %

જંબુસર 583 654 112.22 %

ઝગડીયા 730 584 80.01 %

નેત્રંગ 722 1487 206.22 %

વાગરા 687 1078 156.85 %

વાલિયા 693 1355 195.44 %

જિલ્લા 705 1165 165.16 %

15 વર્ષમાં ભરૂચ જિલ્લામાં વરસેલો વરસાદ
વર્ષ મિમિ

2005 7114

2006 7362

2007 7199

2008 6144

2009 3425

2010 7108

2011 5072

2012 4041

2013 10105

2014 6539

2015 4460

2016 4366

2017 6889

2018 6602

2019 10489

ભરૂચ જિલ્લાનો ચાલુ સિઝનનો સરેરાશ 165.16 % વરસાદ નોંધાયો
ગરબા આયજકો ચિંતાતુર
માં આધ્યશક્તિના પર્વ નવરાત્રિ મહોત્સવ શરૂ થવાને હવે માત્ર એક દિવસ આડો છે. ત્યારે ભરૂચ અને અંકલેશ્વરનાં ગરબા આયોજકો માટે વરસાદ વિલન બની શકે છે. જિલ્લામાં દરરોજ બપોર પછી વરસાદ સતત વરસી રહ્યો છે. ગરબા ગ્રાઉન્ડ અને પાર્કિંગના સ્થળઓએ કિચડનું સામ્રાજ્ય વર્તાય રહ્યું છે. વરસાદ વચ્ચે ખેલૈયાઓ પણ કેટલી સંખ્યામાં આવશે?... ગરબાનું આયોજન ક્યાંક ફ્લોપ તો નહીં રહે ને? તેવી ચિંતા સાથે ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...