તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં આંગડીયા પેઢીના કર્મીની 5 લાખની લૂંટ પ્રકરણમાં રેકી કરનાર ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં તાજેતરમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 5 લાખ રોકડ ભરેલ થેલો ઝૂંટવી ભાગી છૂટનાર બે ઈસમો ફરાર થઇ ગયા હતા જે ઘટના રેકી કરી લુટારુને જાણ કરનાર વૃદ્ધને અમદાવાદ ડીસીબી પોલીસે ઝડપી પાડી હતો. અંકલેશ્વર શહેર પોલીસ જાણ કરતા પોલીસે ટ્રાન્સફર વોરંટે અંકલેશ્વર લઇ આવી હતી.

અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં ગત 19 નીમા રોજ વેલકમ ઈન હોટલ નજીકથી આંગડીયાપેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 5 લાખની રોકડ રકમ ભરેલ થેલો ઝૂંટવી બાઈક ઉપર આવેલ બે ઇસમો ફરાર થઇ ગયા હતા. જે અંગે આંગડીયા પેઢીના કર્મચારી મહેન્દ્ર્ર પટેલે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, દરમ્યાન અમદાવાદ ડીસીબી પોલીસે બાતમીના આધારે અમદાવાદમાં રહેતો ઢબુ પુલીયા ઘમન્ડે નામના ઈસમને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપિયા એક લાખ અને એક્ટીવા કબ્જે કરી સઘન પૂછપરછ કરતા તેને અંકલેશ્વર માંથી 5 લાખ ની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી, 4 સભ્યો ની ગેંગમાં વૃદ્ધ દ્વારા રેકી કરી જગ્યા વિષે જાણ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો