તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિઝરમાં જમીનના વિવાદમાં માજી સૈનિકની પત્નીએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીમાં નિઝર વિસ્તારની એક જમીનના વારસાઈ પ્રકરણ કેસ ચાલી રહ્યો છે. જે પ્રકરણમાં એક પક્ષના લોકો દ્વારા કલેક્ટર કચેરીએ આવીને ન્યાય ન મળે તો આત્મવિલોપનની ચીમકી આપી હતી. સાથે કેરોસીનનું ડબ્બુ લઇ કલેકટર કચેરીમાં આવી જતા.તંત્ર દોડતું થયું હતું.

વ્યારાના પાનવાડી ખાતે આવેલી કલેક્ટર કચેરીએ આજે જિલ્લાના વિવિધ કેશો કલેકટર કચેરીએ ચાલી રહ્યા હતા. જે પૈકી તાપી જિલ્લાના નિઝર ખાતે આવેલી એક જમીનના વારસાઈ કેસ માટે ચંદ્રકાંતા દત્તાત્રય તરવાડી અને કલાવતી દત્તાત્રય તરવાડી અને અન્ય એક મહિલા અને એક બાળક કોર્ટ કેસ માટે આવ્યા હતા. જે દરમિયાન મહિલાઓ દ્વારા ન્યાય ન મળે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી દીધી હતી. કેરોસીનનું ડબ્બુ પણ લાવ્યા હતા. જે અંગે કલેકટર કચેરી દ્વારા તાત્કાલિક વ્યારા પોલીસને જાણ કરતા વ્યારા પોલીસ સ્ટાફ ઘટના સથળે જઈ બે વૃદ્ધ મહિલા અને એક મહિલા અને એક બાળકને વ્યારા પોલીસ મથકે લાવી તેમના માટે અટકાયતી પગલાં ભરવાની તજવીજ હાથ ધરી હતી.

કેરોસીનનું ડબ્બું લઇ આત્મવિલોપન કરવા આવેલી મહિલાની અટકાયત

વડિલોપાર્જિત જમીનની વારસાઈ બાબતે કેસ ચાલી રહ્યો છે
તાપી જિલ્લાના નિઝર તાલુકા ખાતે એક વડીલો પાર્જીત જમીન આવેલી છે. જે જમીનમાં બે ભાઈના નામો છે, પરંતુ ચાર બહેનોના નામો દાખલ ન હોવાથી જે જમીનમાં નામો વારસાઈ કરવા માટે ચંદ્રકાંતાબહેન દત્તાત્રય તરવાડીની પુત્રી અને શ્રી કૃષ્ણ દવેની પત્ની ( રહે નિઝર, તા નિઝર જિ,તાપી) કલાવતીબહેન દત્તાત્રય તરવાડીની પુત્રી અને મુરલીધર દવે ની પત્ની (શિવાનંદ નીવાસ નંદુરબાર જી.નંદુરબાર) તેમજ લીલાવતીબહેન દત્તાત્રય તરવાડીની પુત્રી અને જગદીશભાઈ દવેની પત્ની (રામ મંદિર સામે નંદરબાર) મહિલાઓ દ્વારા વડીલો પાર્જીત નિજાર ખાતે આવેલી જમીનમાં નામો દાખલ કરવા અને વારસાઈ બાબતે પહેલા પ્રાંત કચેરી નિઝર અને તાપી જિલ્લા કલેકટર કચેરી કોર્ટ કેશ કરેલો છે. જે પકરણ માં આજે તારીખ હતી અને મહિલાઓ કેશ માટે આવી હતી. જે દરમિયાન ન્યાય ન મળે તો આત્મવિલોપનની ચીમકી આપી છે.

માજી સૈનિકની પત્નીએ ન્યાય માટે આત્મ વિલોપન સુધી જવું પડે એ દુઃખદ બાબત છે
તાપી જિલ્લાના નિઝર ખાતે વડીલો પાર્જીત જમીનમાં નામો માટે ભારે જહેમત ઉઠવતી મહિલાઓ પૈકી એક 65 વરશીય વૃદ્ધ મહિલા કલાવતીબેન જે માજી સેનિક મુરલીધરભાઈ ભૂલામડે દવે ના પત્ની છે. થોડા સમય પહેલા મુરલીધરભાઈ દવેનું અવસાન થયું છે. મુરલીધર ભાઈ દવે 1965 અને 1971ની લડાઈ માં ભાગ લીધો હતો. તેમજ ત્રણ જેટલા મેડલ તેમના ફરજ દરમિયાન મળ્યા હતા. તેમની 65 વર્ષીય વૃદ્ધ પત્નીને ન્યાય માટે આત્મવિલોપન સુધી પોંહચવું એ દુઃખદ બાબત ગણાય.

અમને કઈ પણ થાય તો જવાબદારી સ્થાનિક પ્રશાશનની રહેશે
કલાવતી બહેન અન્ય એક મહિલા સાથે વાતચીત માં જણાવ્યું હતું કે અમને ન્યાય મળતો નથી સાથે બે વૃદ્ધ મહિલા અને એક વિકલાંગ બાળક સાથે ન્યાય માટે રજૂઆત કરી છે તાપી જિલ્લા પ્રશાશન અમારી રજૂઆતો સાંભળતું નથી. હાલ હમારી મુશ્કેલી વધી રહી છે. અમને કઈ પણ થઇ તો સ્થાનિક પ્રશાશન ની જવાબદારી ગણાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો