તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુકેરીથી અનાવલ જતા માર્ગ ઉપર વૃક્ષ ધરાશય થતાં વાહનવ્યવહારને અસર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી પંથકમાં સતત બીજા દિવસે પણ તેજ ગતિએ પવન ફૂંકાવા સાથે કુકેરી સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પણ ખાબક્યો હતો. કુકેરીમાં અનાવલ માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થતા વાહનવ્યવહારને પણ અસર થવા પામી હતી.

ચીખલી પંથકમાં વાયુ વાવાઝોડાની અસર વચ્ચે બે દિવસથી પવનની ગતિ વધી જવા પામી છે. તેજ ગતિએ પવન ફૂંકાવા સાથે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ પણ યથાવત રહ્યો હતો. આ દરમિયાન કુકેરીમાં તેજ ગતિના પવન સાથે વરસાદ તૂટી પડતા સુરખાઈ-અનાવલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર વિશાળ વૃક્ષ ધરાશાયી થતા આ માર્ગ ઉપર કલાકથી વધુ સમય વાહનવ્યવહારને અસર થવા પામી હતી. જોકે સામાજીક વનીકરણ દ્વારા માર્ગ પરથી વૃક્ષને ખસેડી લેવાતા વાહનવ્યવહાર પુન: ધમધમતો થઈ ગયો હતો. કુકેરીમાં સતત 20 મિનિટ વરસાદને પગલે માર્ગ પરથી પાણી વહેતા થઈ ગયા હતા.

બપોરના સમયે વરસાદનું જોરદાર ઝાપટુ આવતા એપીએમસીમાં કેરીની હરાજીને પણ અસર થવા પામી હતી. ખેડૂતોએ એપીએમસીમાં પોતાના કેરીના જથ્થાને પ્લાસ્ટીકથી ઢાંકી દેવાની ફરજ પડી હતી. જોકે સમગ્ર તાલુકામાં છૂટોછવાયો વરસાદને બાદ કરતા નોંધપાત્ર વરસાદ પડ્યો નહતો. ચીખલી પંથકમાં બે દિવસથી તેજ ગતિએ પવનને પગલે આંબાવાડીમાં કેરીના ફળો ખરી પડતા ખેડૂતોને પણ નુકસાન થયું છે. બીજી તરફ વરસાદી માહોલને પગલે આંબાવાડીમાંથી કેરી ઉતારવાની કામગીરી પણ વધી જતા એપીએમસી અને પીપલગભણ સ્થિત કેરીના ખાનગી ડેપોમાં કેરીની આવક વધી જવા પામી હતી. જોકે કેરીના ભાવ જળવાય રહેવા પામ્યા છે. બીજી તરફ શેરડી સહિતના પાકોને છૂટાછવાયા વરસાદથી રાહત થવા પામી હતી.

કુકેરીમાં અનાવલ માર્ગ પર ધરાશાયી થયેલું વૃક્ષ

અન્ય સમાચારો પણ છે...