તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભદેલી શીત તળાવ રોડ પર ગેરકાયદે દબાણ,લોકો હેરાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના કાઠાં વિસ્તારના ગામ ભદેલી શીત તળાવ જૂના ભંડારવાડ ખાતે છેલ્લા વર્ષ કરતા વધુ સમયથી અહીંના એક રહેવાસીએ રસ્તા ઉપર દબાણ કર્યું હોવાથી આ માર્ગ પરથી પસાર તથા હજારો વાહન ચાલકોને ભારે હેરાનગતી ભોગવવી પડે છે. આ બાબતે 40થી વધુ ગ્રામજનો છેલ્લા 5 વર્ષ કરતા વધુ સમયથી પંચાયતથી લઇ મામલતદાર સુધી લેખિત ફરિયાદ કરતા આવ્યા છે છતા કોઇ કાર્યવાહી થઇ નથી.

વલસાડ તાલુકાના ભદેલી શીત તળાવ ગામના જૂના ભંડારવાડ વિસ્તારમાં આવેલી બ્લોક નં.300 વાળી જમીનમાં છેલ્લા ઘણા વર્ષથી તળાવની પાળી પર આ વિસ્તારમાં રહેતા નાનુ ભાઇ સીતારામ હળપતિ દ્વારા કાંટાળી વાડનું ગેરકાયદે દબાણ કર્યું હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો જો સામસામે થઇ જાય તો ન છૂટકે કોઇએ રિવર્સ લેવા પડે છે જેમાં વારંવાર ટ્રાફિક જામ સર્જાયો રહે છે. કોસ્ટલ હાઇવેથી પાણીપુરવઠાની ટાંકી તરફ જતો માર્ગ જે હીંગરાજથી છરવાડા અને વલસાડને પણ જોડે છે ત્યારે આ મુખ્ય માર્ગ પર દબાણને લઇ હજારો વાહન ચાલકોએ હેરનગતીનો સામનો કરવો પડતો છે.આ બાબતે સ્થનિક લોકો છેલ્લા પાચેક વર્ષતી પંચાયતના અધિકારી તથા મામલતદારને રજુઆત કરતા આવેલા છે, પંચાયત દ્વારા વારંવાર દબાણ કરતાને નોટિસો ફટકારી છે પરંતુ તે કોઇને દાદ આપતો નથી તો મામલતદારને પણ અનેક વખત ફરિયાદ કરાઇ હોવા છતા પણ કોઇ પરિણામ આવ્યું નથી ત્યારે જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે ઘટતુ કરી દબાણ દુર કરાવી લોકોની હાલાકી દૂર કરે તેવી ગ્રામજનોની માગ છે.

તળાવને ઊંડુ કરી વિસાસ ક્યારે કરાશે
સરકાર દ્વારા તમામ શહેરો ,નગરો તથા ગામોમાં તળાવોનો વિકાસ કરાઇ રહ્યો છે.જેના માટે રાજ્ય સરકાર દ્વારા લાખો ,કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ભદેલી શીત તળાવનો વિકાસ કરવાનું ચૂટાયેલા જનપ્રતિનિધીઓ ભૂલી ગયા છે.જિલ્લા વિકાસ અધિકારીએ પણ આ બાબતે ધ્યાન આપ્યું હોય તેમ જણાતું નથી.જો ગામ તળાવ ઊંડુ કરી વિક્સાવવામાં આવે તો આજુ બાજુમાં કુવા-બોરના જળ સ્તર પણ ઉપર આવે ને પાણીની સમસ્યા ઉકેલાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...