તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મની શરૂઆત જો વંદનથી થાય છે તો ધર્મની પ્રાપ્તિ શ્રદ્ધાથી થાય છે: પૂ. પદ્મદર્શનવિજયજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈન શ્રી.મૂ.પૂ.સંઘ નંદુરબાર ખાતે આવેલા અજિતનાથ જૈન મંદિરની બાજુમાં આવેલા આરાધના ભવનમાં નવપદ ભકિત મહોત્સવનો અપૂર્વ રંગ જામ્યો છે. જેમાં મોટી સંખ્યામાં આરાધકો ઉમટી રહ્યા છે. ધર્મસભામાં ઉપસ્થિત વિરાટ મેદની સમક્ષ પૂ.પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે અમૃતવાણી વહાવતા જણાવ્યું હતું કે, જિનાશાસનનુ શ્રેષ્ઠ તત્વ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એટલે પ્રભુનાં વચનો પ્રત્યેની શ્રદ્ધા આંખ વિનાના શરીરની કોઈ કિંમત નથી તો સમ્યક દર્શન વિનાની સાઘનાની કોઈ કિંમત નથી. સમર્પણની શરૂઆત અરિહંતથી થાય છે, તો સાધનાની શરૂઆત સમ્યકદર્શનથી થાય છે.

ધર્મની શરૂઆત જો વંદનથી થાય છે, તો ધર્મની પ્રાપ્તિ શ્રદ્ધાથી થાય છે. શ્રદ્ધાના ક્ષેત્રે સાહસ હોવું જરૂરી છે. તર્ક જયાં પુરો થાય છે ત્યાં શ્રદ્ધાની શરૂઆત થાય છે. એકપણ આત્માને જે સમકિતનું દાન કરે છે, સમકિત પમાડે છે એ આત્માને ચંદ રાજલોકનાં તમામ જીવોને અભયદાન આપવાનો લાભ મળે છે. કોહિનુર હીરો, આઈ.પી.એલ કપ કે વલ્ડકપ મેળવવો સહેલો છે. પણ સમયક દર્શન મેળવવું અઘરું છે. જન્મ પામીને જગત દર્શન કર્યા વિના ગર્ભમાંથી જ પરલોકમાં રવાના થરના જો બિચારો છે, તો જિનશાસન પમીને જિનવચનો ઉપર ઉછળતો ભાવ પેદા કરાવનાર સમ્યકદર્શન પામ્યા વિના આ જગતમાંથી વિદાય થઈ જનાર માટે અનંત જ્ઞાનીઓ બિચારો શબ્દપ્રયોગ કરે તે યોગ્ય જ છે.

અન્ય સમાચારો પણ છે...