તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તિલકવાડાના પુછપુરા ગામે પતિએ કુહાડીના ઘા કરી પત્નીનું કાંસળ કાઢ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તિલકવાડા તાલુકામાં આવેલાં પુછપુરા ગામે રહેતાં એક શખ્સને તેની પત્ની સાથે રસોઇ બનાવવા બાબતે તકરાર થઇ હતી. જેના પગલે દંપતિ વચ્ચ ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાતાં પતિએ આવેશમાં આવી જઇ ઘરમાં પડેલી કૂહાડીથી પત્ની પર ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. હત્યાના કારસાને અંજામ આપી પતિ ફરાર થઇ ગયો હતો. બનાવ સંદર્ભે તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળ ફરાર પતિને જેર કરવાની કવાયત હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા ના ગંભીરપુરા ગામના અને હાલ મજુરી કામ અર્થે પુછપુરા ગામ માં રહેતા વિજય કરશનભાઇ ભીલ અને તેની પત્ની ઊર્મિલાબેન વચ્ચે ગતરોજ જમવાનું બનાવવા બાબતે બોલાચાલી બાદ ઝગડો થતા વિજય ઉર્મિલા સાથે ઝઘડો કરી ને ગમેતેમ અપશબ્દો બોલી આક્રોશમાં આવી પત્ની ઉર્મિલા ના માથા માં કુહાડીના ઘા મારતા ઘટના સ્થળે જ ઉર્મિલા નું મોત થયું હતું.પત્ની નું મોત થતું જોઈ વિજય ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બાબતની ગામ માં જાણ થતા જ ગામ લોકો દોડી આવ્યા બાદ તિલકવાડા પોલીસ ને જાણ કરતા પોલીસે પતિ વિજય ભીલ વિરુદ્ધ હત્યા નો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી વિજય ની શોધખોળ શરૂ કરી છે.તપાસ તિલકવાડા પીએસઆઇ એ.એસ.વસાવા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...