વારલી પેઇન્ટિંગ સાથે ધોડિયા ભાષામાં આદિવાસી હક્કના ચુકાદાના ઉલ્લેખ સાથેની લગ્નપત્રિકા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આદિવાસી પરિવારના બે લગ્નોત્સુક યુવક-યુવતીએ પોતાની લગ્નપત્રિકામાં પોતીકી ભાષા અને પોતાના અસલ પારંપરિક રીતરિવાજો સાથે બંધારણની આદિવાસીના હકને મળેલા સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો ઉલ્લેખ કરી જનજાગૃતિ માટે એક નવતર પ્રયોગ કર્યો છે.

ચીખલી તાલુકાના ચિતાલી ગામનો યુવક તરુણના લગ્ન રાનવેરીકલ્લાની યુવતી જોડે 28મી ફેબ્રુઆરી 2020એ નક્કી કરાયા છે. થોડા દિવસોમાં લગ્નગ્રંથિથી જોડાનાર છે ત્યારે આ બંનેએ લગ્નમાં એક નવતર પ્રયોગ કર્યો છે. અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં આદિવાસી જનજાગૃતિ માટે અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે આ વર અને કન્યા પક્ષે આદિવાસી પરંપરા મુજબ જ લગ્ન કરવાનું નક્કી કર્યું છે તો પોતીકી ધોડિયા ભાષામાં લગ્નપત્રિકા છપાવી છે. સાથોસાથ તેમણે આદિવાસીની આગવી ઓળખ સમા વારલી પેઇન્ટિગથી કંકોતરીને શણગારી છે. આ કંકોતરીના એક પાના પર આદિવાસીઓને મળેલા હત અને આદિવાસીઓની તરફે આવેલા સુપ્રિમ કોર્ટના ચૂકાદાનો ઉલ્લેખ કરાયો છે. સાથોસાથ નોંધ પણ લખવામાં આવી છે કે બંધારણની ઉપરોક્ત કલમો અને સુપ્રિમ કોર્ટના આદેશોને નહીં માનનારાઓ સામે ફોજદારી ગુનો નોંધાઇ શકે અને દંડ અને સજા થઈ શકે છે.

સોશિયલ મીડિયામાં વર, કન્યાની પહેલને આવકાર

આ નવતર પ્રયોગ સાથે આદિવાસી જનજાગૃતિ માટે વર અને કન્યા પક્ષની આ પહેલને લોકો બિરદાવી રહ્યાં છે ત્યારે આ લગ્નપત્રિકા સોશિયલ મિડિયામાં ખૂબ જ ફરતી થવા પામી છે.

આદિવાસી સમુદાયમાં જાગૃતિ માટે એક પહેલ

આદિવાસી પરંપરા જાળવી રાખવી એ પ્રાથમિક ફરજ છે. સાથોસાથ આદિવાસી સમુદાયમાં જનજાગૃતિના ભાગરૂપે જ અમારા થકી  આ એક પહેલ કરવામાં આવી છે.
> તરુણ પટેલ, વરરાજા
અન્ય સમાચારો પણ છે...