તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણમાં ઘર - સફાઇ વેરામાં તોતિંગ વધારાના વિરોધ બાદ 23મી કાઉન્સિલની બેઠક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દમણ પાલિકાએ વર્ષ 2020 - 21ના વર્ષ માટે હાઉસ અને પ્રોપર્ટી ટેક્સમાં તોતિંગ વધારો કરતા લોકોમાં નારાજગી અને આક્રોશ છે. પ્રોપટી ટેક્સમાં કરવામાં આવેલા વધારાના મુદ્દે ડીએમસીની 23મી માર્ચના રોજ કાઉન્સિલની બેઠક મળશે. બેઠકમાં રહીશો ઉપર લાદવામાં આવેલા ટેક્સને કેવી રીતે ઘટાડી શકાય એના ઉપર ચર્ચા કરાશે.

આ બેઠકમાં ચૂંટાયેલા રાજકીય પક્ષના સભ્યો ઉપરાંત 2 કો ઓપ્ટ સભ્ય હાજર રહેશે. કાઉન્સિલના બેઠકમાં મુખ્યત્વે હાલમાં ડીએમસી દ્વારા ઘર અને સફાઇ વેરામાં કરવામાં આવેલા અસહ્ય વધારા અંગે ચર્ચા કરીને લોકોને કેવી રીતે રાહત મળી શકે એ માટે ચર્ચા થશે. આ બેઠકમાં ડીએમસી પ્રમુખ મુકેશ પટેલ અને સીઓ ગુરપ્રિત સિંગ હાજર રહેશે. આ ઉપરાંત દમણના સ્થાનિક રહીશો ઘર વેરા બાબતે પોતાની આપત્તિ 5મી એપ્રિલ સુધી ડીએમસીની વેબ સાઇટ અથવા તો કચેરીએ નોંધાવી
શકે છે.

અન્ય સમાચારો પણ છે...