Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝાંખરડામાં હિન્દુ મુસ્લિમ બાળકોએ ભેગા મળી હોળી ધુળેટી ઉજવણી કરી
સુરત જિલ્લા પંચાયત સંચાલિત માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં હિન્દુ મુસ્લિમ સમાજના બાળકોએ હિન્દુ સમાજનું મહાપર્વ ગણાતો હોળી ધૂળેટીના તહેવારમાં એક બીજાને ખજુર ચણા ધાણી ખવડાવી અને એક બીજને રંગ લગાવી હોળી ધૂળેટીના તેવારની શાળામાં ઉજવણી કરી હતી. ગુજરાત રાજ્ય અને સુરત જિલ્લાના લોકોને નાના ભૂલકાઓએ કોમી એકતા પ્રેમ સદ્દભાવના અને ભાઈચારાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું.
આજના સમયે શિક્ષણતો દરેક બાળકો લઈને આગળ વધી રહ્યાં છે. પરંતુ બાળકોમાં સારા સંસ્કાર સેવા, પ્રેમ ભાયચારો લાગણીનો અભાવ છે. નાનકડા ઝાંખરડા ગામની પ્રા. શાળાના શિક્ષક મોહંમદ સઈદ ઈસ્માીલ અને સહકર્મચારી શિક્ષકો બાળકોને પાયામાંથી જ શિક્ષણની સાથે સેવા, સંસ્કાર એક બીજા પ્રત્યે પ્રેમ સદ્દભાવનાના પાઠ ભણાવી શિક્ષણ જગતને પણ એક નવી દિશા આપી છે. જેથી ઝાંખરડા શાળાનું નામ અવાર નવાર જિલ્લા અને રાજ્ય સ્તરે ગૌવરવંતુ બન્યું છે.
ઝાંખરડા પ્રા. શાળામાં હિન્દુ મુસ્લિમ સમાજના 74 બાળકો અભ્યાસ કરે છે. આ બાળકોએ શાળાના બે શિક્ષકો અને ગામના અગ્રણી આગેવાનો મહિલા ઉપસરપંચ જાહેદાબીબી મલકે મરઝીનાબહેન મલકેના સહયોગથી શાળામાં હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવાનું આયોજન કર્યુ હતું. જેમાં શાળાના બાળકો પોતાના ઘરેથી ખજુર, ધાણી, ચણા રંગો શાળામાં લઈને આવ્યા હતાં.
ખજૂર ચણા ખવડાવી રંગ લાગાવી એકતાનું ઉદાહરણ આપ્યું
_photocaption_ઝાંખરડા પ્રા. શાળામાં હિન્દુ મુસ્લિમ બાળકોએ હોળીની ઉજવણી કરી.*photocaption*