તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોડસંબા કરવલી માર્ગ પર 261.33 લાખના ખર્ચે હાઇલેવલ પુલ બનશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવી કીમ મુખ્ય માર્ગને અડીને આવેલા ગોડસંબા પાટિયાથી કરવલી જતા માર્ગના લોવેલના કારણે ચોમાસા દરમિયાન સ્થાનિક લોકો હેરાન પરેશાન થતાં હતાં. ત્યારે ઘણા સમયથી માંગણી બાદ હાલમાં ઉંચો પુલ મંજૂર થતાં લોકોમાંખુશી વ્યાપી ઉઠી હતી. સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે નવા પુલનું ખાતમુહૂર્ત કરતાં લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

ગોડસંબાથી કરવલી ઉપરાંતટીટોઈ વલારગઢ રોડ પર આવેલ લોવેલનના સ્થાને ઉંચો પુલની વર્ષોની માંગણી બાદ હાલમાં નવા પુલ માટે 261.33 લાખ મંજૂર કરતાં આજરોજ સાંસદ પ્રભુભાઈના હસ્તે તથા તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ, નરપતસિંહ વાંસિયા, મહામંત્રી પ્રવીણભાઈ ચૌધરી તથા સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવા પુલનું ખાતમુહૂર્ત કરવાના પ્રસંગે સાંસદ પ્રભુભાઈએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે વર્ષોના પડતર પ્રશ્નોને દૂર કરી છેવાડાના પ્રજાજનોને પણ સૌથી વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો