તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોસંબા ઓવરબ્રિજ પાસે ઊંચો અને રિફ્લેક્ટર વિનાનો બમ્પ જોખમી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશલ હાઈવે નં 48 ઉપર નેરોગેજ ટ્રેનના કોસંબા રેલવે ઓવરબ્રીજનીચે થોડ મહિના અગાઉ ટ્રક, રિક્ષા અને મોટરસાઈકલનો અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં મોટરસાઈકલ સવારનું મોત થયું હતું. જે રજૂઆતને પગલે સુરત તરફ જતા અને સુરતથી આવતાં સર્વિસ રોડ ઉપર તેમજ કોસંબા તરફ જતા રોડ ઉપર અને માંગરોળ તરફ જતા રોડ ઉપર સ્ટેટ આરએન્ડબી દ્વારા ઉતાવળમાં ડામર નાંખી ધંગધડા વગરના બમ્પર બનાવી દેવાયા હતાં. પરંતુ ઉંચા બમ્પર બનાવતા નીચા વાહનો બમ્પર સાથે અથડાઈ રહ્યાં છે. સાથેસાથે મોટરસાઈકલ સવાર માટે પણ આ બમ્પર ખતરા રૂપ બન્યા છે. રાત્રિ દરમિયાન બમ્પ વાહનચાલકોને નજરે પડે તે માટે તેના ઉપર રિફલેક્ટર કે પટ્ટા પાડવામાં આવ્યા નથી. જેથી કરીને રાત્રિમાં વાહનો ડમ્પર ન દેખાતા અકસ્માતનો ભોગ બની રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...