તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

26મી જાન્યુઆરીને લઈને નર્મદા ડેમ અને SOU ખાતે હાઈ અેલર્ટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરીને લઈને સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. મહત્વના પોઈન્ટ પર પ્રવાસીઓ અને વી.આઈ.પી.પ્રવાસીઓને પણ નહીં જવા દેવાય. હાલમાં અહીં આવતા તમામ વાહનોનું તેમજ પ્રવાસીઓનું કડક ચેકીંગ થઈ રહ્યું છે. આ સાથે પોલીસે જરૂરી સતર્કતા દાખવી છે.

વડોદરામાં હાલમાં જ સુરક્ષા એજન્સીએ આંતકીને ઝડપી પાડ્યો હતો. જેનો છેડો ભરૂચ જિલ્લાના જંબુસર સુધી લંબાયો હતો. ત્યારે રાજ્યની પોલીસ એલર્ટ થઈ ગઈ છે. આગામી દિવસોમાં ઉતરાણ અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને રેન્જ આઇજી દ્વારા સઘન ચેકીંગની મૌખિક સૂચના અપાઈ છે. જેને લઈને નર્મદા પોલીસ અધિક્ષક

...અનુસંધાન પાના નં.2

હિમકર સિંહ દ્વારા જિલ્લામાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જેવા મહત્વના સ્થળો પર કડક બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. સ્ટાફનો વધારો પણ કરવામાં આવ્યો છે. જેમાં નર્મદા પોલીસ, DYSP કેવડિયા, 3 PI, 5 PSI, SRP DYSP, SRP ગૃપ 18 નર્મદા બટાલિયન, ગૃપ -4, 100 GRD, SOG, LCB, ચેતક કમાન્ડો સહીત ટીમો દ્વારા સતત ચેકીગ થઈ રહ્યું છે. પ્રવાસીઓના તમામ વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સાથે ડોગ સ્કોર્ડથી પણ SOU પરિસરમાં સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

ચેકપોસ્ટ પર પણ વાહનોનું ચેકીંગ
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની સુરક્ષા માટે પોલીસ ટીમમાં વધારો કર્યો છે. જિલ્લાની ચેકપોસ્ટ પર વાહનોનું ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. જોકે પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તેનું પણ ધ્યાન રખાશે. સતત પેટ્રોલિંગ કરી સમગ્ર જિલ્લામાં સુરક્ષા જળવાશે. હિમકર સિંહ, નર્મદા જિલ્લા પોલીસવડા

નર્મદા A ફ્રેમ અને SOUના ગેટ-3 માં પ્રવેશ નિષેધ
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમના વિસ્તારની સુરક્ષાને લઈને સ્ટેચ્યુના ગેટ નંબર- 3 કે જ્યાંથી સરકારી વાહનો સિવાય અન્ય કોઈપણ વાહન નહીં જઈ શકે. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમની ટનલ અને એ- ફ્રેમમાં કોઇપણ vvip પ્રવાસીને પણ પ્રવેશ નહીં મળે. સરદાર સરોવર નર્મદા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો