કઠોદરાના તળાવ પાસે સંતાડેલો દારૂ પકડયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કઠોદરા ગામેથી નવા બનતા તળાવની દિવાલ પાસે સંતાડેલો વિદેશી દારૂની બોટલ નંગ 840 કિંમત 79200 નો જથ્થો પકડી પાડયો હતો.

કામરેજ તાલુકાના કઠોદરા ગામે રહેતી મહિલા બુટલેગર રાધાબેન જેન્તીભાઈ ઈદરિયા એ પોતાના ઘર ની નજીક ઓમ પ્લાઝાની બાજુમાં આવેલા નવા બનતા તળાવની દિવાલ પાસે જમીનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડૅલો હોવાની બતામી એલસીબીમાં ફરજ બજાવતા પોકો જયેશભાઈ ને મળતા રેડ કરતાં વિદેશી દારૂની અલગ અલગ કપનીની કુલ્લે 22 પેટીમાંથી 840 બોટેલ નંગ કિંમત 79200નો જથ્થો મળી આવતા કામરેજ પોલીસ મથકમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી મહિલા બુટલેગરને વૉન્ટેડ જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...