• Gujarati News
  • National
  • Rajpipla News Helicopter Disappeared From The Statue Of Unity 3 Days Tourists Disappointed 072143

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 3 દિવસથી હેલિકોપ્ટર અદ્રશ્ય : પ્રવાસીઓ નિરાશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેવડીયામાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે રાખવામાં આવેલું હેલીકોપ્ટર ત્રણ દિવસથી અદશ્ય થઇ જતાં પ્રવાસીઓ નિરાશ થઇ રહયાં છે. પ્રવાસીઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનો એરીયલ નજારો માણી શકે તે માટે ડીસેમ્બર મહિનામાં હેલીકોપ્ટરની સુવિધા શરૂ કરવામાં આવી છે. મંગળવાર અને બુધવારના રોજ હેલીકોપ્ટરમાં બેસવાના આયોજન સાથે આવેલા સહેલાણીઓને ધકકો પડયો હતો.

કેવડીયામાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું 31 ઓકટોબર 2018ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રવાસીઓને આર્કષવા માટે ખાનગી કંપનીએ ડીસેમ્બર મહિનાથી હેલિકોપ્ટરની સુવિધા શરૂ કરી હતી. લીમડી ગામ નજીક બનાવાયેલા હેલીપેડ પરથી ઉડતું હેલીકોપ્ટર પ્રવાસીઓને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એરિયલ નજારો બતાવે છે. છેલ્લા 3 દિવસથી હેલીપેડ ખાતે હેલીકોપ્ટર અદ્રશ્ય થઇ જતાં પ્રવાસીઓમાં અચરજ ફેલાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એરીયલ નજારો જોવાની આશા સાથે આવતાં સહેલાણીઓ નિરાશ થઇને પરત ફરી રહયાં છે. સોમવારના રોજથી હેલીકોપ્ટર હેલીપેડ પર જોવા મળતું નથી. મંગળવાર અને બુધવારના રોજ સ્ટેચ્યુ જોવા આવેલા પ્રવાસીઓને હેલીકોપ્ટર સેવાનો લાભ ન મળતાં તેઓ નિરાશ થયા હતાં. પ્રવાસીઓ હેલીપેડ ખાતે ધકકો ખાઇને પરત આવી રહ્યાં છે.

10 મિનિટ સુધી હેલીકોપ્ટરમાંથી સ્ટેચ્યુ બતાવાઇ છે

07 પ્રવાસીઓ એક ફેરામાં સેવાનો લાભ લઇ શકે છે

05 મહિના પહેલા હેલીકોપ્ટર સેવા શરુ થઇ હતી

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને એરીયલ નજારો બતાવતાં હેલીકોપ્ટરની ફાઇલ તસવીર.

20 હજારથી વધુ પ્રવાસીઓ બે દિવસમાં નોંધાયાં

ચૂંટણીમાં રાજકીય પક્ષોને હેલિકોપ્ટર અપાયું હોવાની ચર્ચા
દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના આગેવાનો દેશના દરેક રાજયમાં જનસભાઓ સંબોધિત કરી રહયાં છે. એક જ દિવસમાં ત્રણથી વધારે સભાઓ યોજાઇ રહી છે ત્યારે રાજકીય આગેવાનો અને સ્ટાર પ્રચારકો માટે હેલીકોપ્ટર ફાળવી દેવાયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી સાત તબકકામાં યોજાવાની છે ત્યારે ચૂંટણી બાદ જ હવે પ્રવાસીઓ હેલીકોપ્ટરમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણી શકે તેવી સંભાવના છે.