તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામનાં 7 ગામમાં આરોગ્યની સેવા માટે આરોગ્ય કેન્દ્ર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરગામ તાલુકામાં આરોગ્યની સેવા પૂરી પાડવા માટે બહેજ, તોરણવેરા અને આછવણી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જે પેૈકી ખેરગામ તેમજ આસપાસનાં 7 ગામોમાં 28 હજાર લોકોને આરોગ્યની સેવા પૂરી પાડતા આવેલા બહેજ આરોગ્ય કેન્દ્રને આધુનિક સુવિધા સભર બનાવવા રૂપિયા 98 લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું મકાન તૈયાર થયું છે, જેનું આજે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

ખેરગામના વિસ્તારના નાધઈ, ભૈરવી, વાવ, નારણપોર, બહેજ, પેલાડ ભૈરવી સહિતનાં 7 જેટલાં ગામોમાં લગભગ 28 હજાર જેટલી વસ્તીને સરકારની આરોગ્યની સેવા પૂરી પાડવા બહેજ ગામે વર્ષોથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલતું આવ્યું છે પરંતુ વર્ષો જૂના મકાનમાં આરોગ્યને લગતી અનેક સુવિધાનો અભાવ હોય ગ્રામ્ય વિસ્તારમાંથી આરોગ્યની સેવા માટે આવતા દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડતો હતો તેમજ કેટલીક સુવિધાના અભાવે આરોગ્યના કર્મચારીઓએ દર્દીઓને વધુ સુવિધા માટે અન્ય સ્થળે આગળ મોકલવાની નોબત આવતી હતી. બહેજ ગામમાં અત્યાધુનિક સુવિધા સભર આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થાય તે માટે ભાજપના મહામંત્રી અનિલભાઈ પટેલ સહિતના આગેવાનોએ સરકારમાં રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે અહીં આધુનિક આરોગ્ય કેન્દ્ર ઉભું કરવા માટે રૂપિયા 98 લાખ જેટલી રકમ મંજૂર અહીં આધુનિક સુવિધાસભર મકાનનું નિર્માણ થતાં આજે બપોરે 3.30 કલાકે તેનું લોકાર્પણ આરોગ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

બહેજ ગામે તૈયાર થઇ રહેલું નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. તસવીર: આશીફ શેખ

નવા કેન્દ્રથી આરોગ્યની વધુ સારી સેવા પ્રાપ્ત થશે
અહીં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે ઘણા સમયથી રજુઆત કરવામાં આવતી હતી,જેને સરકારએ ધ્યાનમાં લઈ લાખો રૂપિયાના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર નિર્માણ કરાવતા આદિવાસી વિસ્તારમાં ઘર આંગણે લોકોને આરોગ્યની વધુ સારી સેવા ઉપલબ્ધ બનશે. અનિલ પટેલ, મહામંત્રી, તાલુકા ભાજપ,ખેરગામ

નવા મકાનમાં આ બધી સુવિધાઓ ઉપલબ્ધ
આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનમાં આધુનિક ઓપરેશન થિયેટર,લેબોરેટરી,બાર પથરીવાળી ઇન્ડોર પેશન્ટ સેવા સાથે રસીકરણ માટે રસીની જાળવણી (કોલ્ડ ટોઇઝ) માટે અલગથી આઈ.એલ.આર અને ડીપ ફ્રીઝની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ કોમ્યુટર રૂમ, ડિજિટલ ટીવી સાથે આરોગ્યના તમામ પ્રોગ્રામની સેટકોમ દ્વારા પ્રજાને માહિતી મળશે તેમજ PHCના 7 ગામના લોકોને આરોગ્યની મહત્તમ સેવાઓ મળી રહેશે. ભરત પટેલ તાલુકા હેલ્થ ઓફિસર, ખેરગામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો