તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ST બસોની અનિયમિતતાને કારણે છાત્રોની જોખમી મુસાફરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં રાજપીપલાથી ડેડીયાપાડા, સાગબારા, કેવડિયા, તિલકવાડા અને પોઇચા, સેગવા તથા ભરૂચ તરફ ઝગડીયા, રાજપારડી વિસ્તારમાંથી રોજિંદા અપડાઉન કરતા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર બન્યા છે. એસટી બસોની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોના છાપરે બેસી જોખમી મુસાફરી કરી રહ્યા છે. પેસેન્જર રીક્ષા, જીપ અને મીની બસોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી ખાનગી વાહન ચાલકો કમાણી કરી લેવાના લોભે જોખમી રીતે વાહનો હંકારી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

નર્મદા જિલ્લામાં ફરતા ખાનગી પેસેન્જર વાહનો ટ્રાફિક નિયમોને નેવે મૂકીને પોતાના વાહનો હંકારી રહ્યા છે. ખુલ્લે આમ ઘેટાં બકરાની જેમ પેસેન્જરો ભરીને વહન કરી રહ્યા છે. અઠવાડિયામાં એકદા કિસ્સો પેસેન્જર વાહનમાંથી ફંગોળાવાનો સામે આવતો રહે છે. એક બાજુ પોલીસ ટ્રાફિક નિયમનને લઈને ટ્રાફિક સુરક્ષાના કાર્યક્રમો કરી રહ્યું છે. પરંતુ જિલ્લામાં ટ્રાફિક નિયમોના લીરે લીરા ઉડી રહ્યા છે. ટ્રાફિક શાખા હાલ મૂકપ્રેક્ષક બનીને જોયા કરે છે. હાલ ST બસોની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. શાળા કોલેજમાં જવામાટે કોઈ વાહન નહીં મળતાં આખરે પેસેન્જર વાહનોનો સહારો લેવો પડે છે. પોલીસે આ અંગે સઘન ચેકીંગ હાથ ધરી વાહન ચાલકો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો