તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંબિકા નદીના ધસમસતા પ્રવાહમાં વર્ષોથી અડીખમ ઉભા રહેલા તડકીયા હનુમાનજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગના પ્રવેશદ્વાર વઘઈના સીમાડે આવેલા તડકીયા હનુમાનજી. અંબિકા નદીના પ્રવાહ વચ્ચે પણ અડીખમ ઉભી રહેલી બાહુબલી બજરંગબલીની પ્રતિમા જે અનેક લોકોની આસ્થાનું કેન્દ્રબિંદુ છે.

વઘઈના સીમાડે અંબિકા નદીના પ્રવાહ વચ્ચે વર્ષોથી અડીખમ બજરંગબલીનું સ્થાનક એટલે તડકીયા હનુમાનજી મંદિર. લોકવાયકા મુજબ સોએક વર્ષ અગાઉ સ્થાનિકોની આસ્થાના પ્રતિકસભા રઘુનંદન હનુમાનજીની પ્રતિમાને બળદગાડા લઈ જવાતી હતી. તે વખતે અંબિકાના પ્રવાહમાંથી ગાડામાં લઈ જવાતા હનુમાનજીની પ્રતિમાનું વજન વધી ગયું અને બળદગાડાની ઘુસરી તૂટી ગઈ. પ્રતિમા લઈ જનારા ભક્તોના લાખ પ્રયત્નો કરવા છતાં પણ તેઓ મૂર્તિને નદીપાર લઈ જવામાં સફળ ન થયા. જેથી હનુમાનજીની મરજી એમ સમજીને ત્યાં જ નદીની વચ્ચે જ આ પ્રતિમાની સ્થાપના કરી. વાંસદા નેશનલ પાર્ક (કિલાદ)ના આંગણેથી નીકળો અને અંબિકા નદીના બ્રિજ ઉપરથી જમણે હાથે નીચે જૂના ભાંગેલા પુલની બાજુમાં જે ગેરૂઆ રંગનો પથ્થર દેખાય છે તે જ તડકીયા હનુમાનજીનું સ્થાનક. સ્થાનિક ભક્તજનો અને સેવાભાવી લોકોએ ચોતરો અને ભક્તજનો માટે વ્યવસ્થા પણ કરી છેે. સ્થાનિક યુવકો દ્વારા અહીં રામનવમીથી લઈને હનુમાન જયંતીએ વિશેષ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાય છે. 19મી એપ્રિલે અહીં પુજાવિધિ સાથે મહાપ્રસાદી અને લોકડાયરાનું આયોજન કરાયું છે. સ્થાનિક યુવકો મહેશ ભોયે, દિનેશ ભોયે, શૈલેષ પટેલ, વિમલ મેંગા, આસીફ બાવજીર, સુરેશ ગામીત, ગૌરાંગ ગામીત, જીજ્ઞેશ બારીયા, રમેશ પાડવી સહિતના યુવાનો દર વર્ષે ગાંઠના પૈસાથી ઉત્સવો ઉજવે છે.

અંબિકા નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે અડીખમ ઉભેલા તડકીયા હનુમાનજી.

હનુમાનજીની પ્રતિમા અખંડિત રહે છે
ડાંગમાં ધોધમાર વરસાદ વરસતો હોય, નદીઓ બંને કાંઠે વહેતી હોય ત્યારે આ પ્રતિમા જળસમાધિ લઈને પુન: ભક્તજનોને દર્શન આપવા માટે બહાર નીકળે છે. વનપ્રદેશમાંથી વહેતી અંબિકાના ધસમસતા પૂરમાં તણાઈને આવતી શીલાઓ, વૃક્ષોના ડાળખા અને લાકડાના પ્રહાર વચ્ચે પણ આ બાહુબલી બજરંગીની પ્રતિમા નખશીખ અખંડિત રહે છે. એક વર્ષે ભારે પૂરને કારણે બાજુમાં આવેલો જૂનો પુલ પણ ધ્વંસ્ત થઈ ગયો હતો પરંતુ હનુમાનજીની પ્રતિમા ખંડિત થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...