તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં હનુમાન જયંતી ધામધૂમથી ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લા સહિત બારડોલી પંથકમાં હનુમાન જયંતીની ભક્તિ ભાવ પૂર્ણ ઉજવણી કરાશે. ભક્તો દ્વારા વિવિધ આયોજનોને આખરી ઓપ આપી આજે વાતાવરણ કેસરીયા રંગે રંગાઈ જશે. મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ, હોમ, હવન ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.

બારડોલી નગર તેમજ તાલુકાના વિવિધ હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. વહેલી સવારથી હનુમાન ચાલીસા પઠન શરૂ થઈ જશે. બારડોલીના તલાવડી મેદાન નજીક મીંઢોળા નદીના કિનારે આવેલા રોકડિયા હનુમાન મંદિરે ગુરુવારે સાંજે સુંદરકાંડ પઠનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભક્તો જોડાયા હતાં. આજરોજ વહેલી સવારે 7.30 વાગ્યે 7.30 વાગ્યે 108 હનુમાન ચાલીસાનું સંગીતમય પઠન કરવામાં આવશે ઉપરાંત 5.00 વાગ્યે મહપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. બારડોલી નગરના કોળીવાડ નજીક હનુમાન મંદિરે પણ હનુમાન ચાલીસા પઠન અને ભંડારા સહિત કાર્યક્રમો યોજાશે. ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ બારડોલી દ્વારા 19મી એપ્રિલના રોજ હનુમાન જયંતિ નિમિત્તે જલારામ મંદિર ખાતે 11 વખત સામૂહિક સંગીતમય હનુમાન ચાલીસાનું પઠનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પઠન સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. હનુમાન ચાલીસા પઠન બાદ દરેક ભક્તને તાંબાનું યંત્ર પ્રસાદ રૂપે આપવામાં આવશે એવું મંદિરના પૂજારી જીતુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે. બારડોલી તાલુકાના સરભોણ ખાતે આવેલ પ્રાચીન હથીલા હનુમાન મંદિરે પણ વહેલી સવારે 108 હનુમાન ચાલીસા પઠન, હોમ, મહાપ્રસાદી અને રક્તદાન શિબિર પ્રવીણબાપુના સાનિધ્યમાં યોજાશે. બારડોલીના ખરવાસા ખાતે આવેલ પંચમુખી હનુમાન મંદિરે સવારે 8.00 વાગ્યે હનુમાન ચાલીસા પઠન અને હવન બાદ સાંજે 4.00 વાગ્યે મહાપ્રસાદી યોજાશે. બપોરે 2 થી 7 દરમ્યાન રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તરભોણના કષ્ટભંજન હનુમાન મંદિર સહિતના મંદિરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...