નાનાપોંઢા ધો.12 સાયન્સનું 45 ટકા જ પરિણામ આવતા વાલીઓ ચિંતિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપરાડા તાલુકામાં ધો. 12 સાયન્સનું પરિણામ આ વર્ષે પણ નીચું આવતા વાલીઓની ચિંતા વધી છે. જ્યારે નાનાપોંઢા એન.આર.રાઉત હાઈસ્કૂલમાં ધો. 12 સાયન્સનું પરિણામ ગત વર્ષે 56 ટકા હતું. જ્યારે આ વર્ષે 45 ટકા ઓછું પરિણામ આવતા શિક્ષણ કથળ્યું છે કે, પછી નબળા બાળકો છે.તે ચિંતાનો વિષય બની ગયો છે.વાલીઓ પણ બાળકો પ્રત્યે ગંભીર નથી સાયન્સના વિદ્યાર્થીઓ પ્રત્યે જેટલા શિક્ષકો જવાબદાર છે.તેટલા વાલીઓ પણ જવાબદાર હોવા જોઈએ તે ન હોવાથી શાળાનું પરિણામ કઠળવા લાગ્યું છે.

નાનાપોઢા એન.આર.રાઉત માધ્યમિક શાળાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 45 ટકા આવ્યું છે. જેમાં ધો 12. વિજ્ઞાન પ્રવાહમાં 1 થી 5 માં ક્રમે આવનાર વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમમાં 1. ગાંવિત કુણાલીબેન રમેશભાઈ કુલ ગુણ. 414 ટકા, 82.2 ટકા ક્રમ 2. પટેલ વૈભવીબેન નવીનભાઇ કુલ ગુણ. 371 ટકા 74.2 ટકા ક્રમ 3. નિજીતાબેન અશ્વિનભાઈ કુલ ગુણ . 366 ટકા 73.2 ટકા ક્રમ 4. મકરાણી મિઝબા બાનું નાઝીમભાઈ કુલ ગુણ 342 ટકા 68.4 ટકા ક્રમ 5. ગાયકવાડ કિન્નરીબેન કમલેશભાઈ કુલ ગુણ 317 ટકા 63.4 ટકા આ ઉપરોક્ત વિધાર્થીઓ એક થી પાંચ કર્મમાં આવ્યા હતાં. જોકે ગત વર્ષ કરતા પરિણામ ઓછું આવતા શિક્ષકોએ પણ ચિંતા વ્યકત કરી હતી ધોરણ 12 સાયન્સમાં શિક્ષણકાર્ય કરતા શિક્ષકોએ જણાવ્યું હતું કે સારું શિક્ષણ આપવા છતાં પરિણામ નબળુ આવતું હોય તો અમે પણ ચિંતામાં છે.

અન્ય સમાચારો પણ છે...