તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કીમ વિધાલયમાં વાલી મિટીંગ મળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કીમ | કીમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત પી કે દેસાઈ વિદ્યાલય કીમ શાળામાં ધોરણ-10 અને ધોરણ-12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓની એક અગત્યની મીટીંગનું શાળાના આચાર્ય અશોકભાઈ એસ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. વાલી મીટીંગમાં 90% મહિલાવાલીઓએ વાલી મીટીંગમાં હાજર રહ્યા હતા કુલ ૩૦૦ વાલીઓ મિટિંગમાં હાજર રહ્યા હતા. આગામી માર્ચ 2020 ની લેવાનાર બોર્ડની પરીક્ષાઓ તેમજ પ્રિલિમરી પરીક્ષામાં વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રહી પરીક્ષા આપી શકે, તેમજ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓમાંથી વિદ્યાર્થી કેવી રીતે બહાર આવે તે માટે ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગ શિક્ષકો તેમજ બંને વિભાગના સુપરવાઇઝર હરેન્દ્રસિંહ રાણા અને કનકસિંહ સોલંકી તેમજ શાળાના આચાર્ય અશોકભાઈ ધામેલીયાયે વાલીઓ અને વિદ્યાર્થીઓને વિવિધ સ્તરે માર્ગદર્શન આપેલું વાલી મીટીંગને સફળ બનાવવા શાળાના તમામ કર્મચારી ભાઈઓ બહેનોએ ખૂબ જ મહેનત કરી મીટીંગની સફળતા બદલ કીમ એજ્યુકેશન સોસાયટીના વડા ઉત્તમભાઈ પરમારે શાળાના તમામ સ્ટાફને અભિનંદન પાઠવેલા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો