તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવી કોલેજમાં GSની બિનહરીફ વરણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી ખાતેની બીબી અવિચર આટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધ મંડળની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં આચાર્ય તથા ચૂંટણી અધિકારી ડો. પ્રભુદાસ જલસણવાળા તથા પ્રા. જયદીપશાહ સહિત સૌએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. જેના પરિણામ સ્વરૂપ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ હતી, અને જીએસ તથા સીઆરની બેઠક પૈકી માત્ર એક બેઠક પર મતદાન થયું હતું. બાકીની તમામ બેઠકો બિનહરીફ થઈ હતી. જ્યારે જનરલ સેક્રેટરી તરીકે ટીવાયબીએનો વિદ્યાર્થી અલ્કેશકુમાર રવિશંકરભાઈ વસાવા પણ બિનહરીફ વરાયા હતાં. જેમને ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ શંકરભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સદસ્ય ગીરીશભાઈ ચૌધરીએ અભનંદન પાઠવ્યા હતાં. વિદ્યાર્થી સંઘની ચૂંટણી સતત નવમીવાર એનએસયુઆઈ સમર્થિત ઉમેદવાર ચૂંટાયો હતો.

અન્ય સમાચારો પણ છે...